ના આદિવાસી તેલ, ના કોઇ મોંઘી દવાઓ…તો પણ નાગિનની જેમ લહેરાય છે આ ગામની મહિલાઓના વાળ

આ ગામની બધી મહિલાઓના છે 6 ફૂટ લાંબા વાળ, બાલકની પર ઊભા ઊભા સૂકવવા પડે છે…

દરેક વ્યક્તિને કુદરત તરફથી કેટલીક ખાસ ભેટો મળે છે, અને જો આ ભેટોને ઓળખવામાં આવે તો તે મોટી સફળતા તરફ દોરી શકે છે. કેટલાક લોકો તેમના વ્યક્તિત્વને કારણે લોકપ્રિયતા મેળવે છે તો કેટલાક તેમના લક્ષણોને કારણે. આજે આપણે એક એવા ગામ વિશે વાત કરવાના છીએ જ્યાં મહિલાઓ તેમના સુંદર અને લાંબા વાળને કારણે આખી દુનિયામાં પ્રખ્યાત છે.

મહિલાઓ માટે લાંબા અને સુંદર વાળ એ કોઈ સપનાથી કમ નથી, પરંતુ આ માટે તેઓ મોંઘી પ્રોડક્ટ્સનો સહારો લે છે. ચીનના Huangluo Yao Village ની મહિલાઓના વાળ 2 મીટર (6 ફૂટ) કરતા પણ લાંબા હોય છે, અને તેમને કોઈ મોંઘી પ્રોડક્ટ્સની જરૂર નથી. આ ગામને લાંબા વાળ વાળા ગામ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે ગુઆંગ્શી પ્રાતના ગુઇલિનમાં સ્થિત છે.

અહીંની સ્ત્રીઓ વાળની ​​સંભાળ માટે ફક્ત ચોખાના પાણીનો ઉપયોગ કરે છે અને તેને નજીકની નદીમાં ધોવે છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે જ્યારે આ મહિલાઓ નદી કિનારે વાળ ધોવે છે, ત્યારે દ્રશ્ય અદ્ભુત લાગે છે. એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર @gunsnrosesgirl3 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.

વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે આ ગામની મહિલાઓ તેમના જીવનમાં ફક્ત એક જ વાર વાળ કાપે છે, અને અહીંની દાદીમાના વાળ હજુ પણ જાડા, મજબૂત અને કાળા છે. આ વીડિયો લોકોને ખૂબ આકર્ષિત કરી રહ્યો છે.

Shah Jina