અજબ પ્રેમની ગજબ કહાની ! બે સહેલીઓને થયો ઇશ્ક વાલા લવ, લગ્ન માટે કર્યુ એવું કામ કે….વાંચો દિલચસ્પ લવ સ્ટોરી

સહેલી સાથે પ્રેમ પાંગર્યો, 7 લાખ ખર્ચી બની છોકરો અને પછી કર્યા લગ્ન…વાંચો દિલચસ્પ લવ સ્ટોરી

ઉત્તર પ્રદેશના કન્નૌજમાં બે સહેલીઓ એકબીજાના પ્રેમમાં પડી અને પછી તેમનો પ્રેમ એટલો વધી ગયો કે તેઓએ એકબીજા સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો. આવી સ્થિતિમાં એક છોકરી લગભગ 7 લાખ રૂપિયા ખર્ચી છોકરો બની એટલે કે જેન્ડર ચેન્જ કરાવ્યુ. તે છોકરીમાંથી છોકરામાં બદલાઈ ગઈ અને પછી બ્યુટી પાર્લર ઓપરેટર મિત્ર સાથે લગ્ન કરી લીધા. આ લગ્ન સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યા છે.

આ કપલની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કન્નૌજના સરાયમીરાના રહેવાસી એક સર્રાફા કારોબારીના પુત્રીના લગ્ન 25 નવેમ્બરે તેના મિત્ર સાથે થયા હતા. લગ્ન કરવા માટે આ વેપારીની પુત્રીએ તેનું લિંગ બદલાવ્યું, જેમાં તેણે લગભગ 7 લાખ રૂપિયા ખર્ચ્યા. આ પછી તેણે પોતાનું નામ પણ બદલી નાખ્યું. તે સંપૂર્ણપણે છોકરો બની ગઇ.જણાવવામાં આવી રહ્યું છે કે સર્રાફા કારોબારીની દીકરી અને બ્યુટી પાર્લર સંચાલિકાની મુલાકાત 2020માં જ્વેલરી શોપમાં થઈ હતી.

તે સમયે બ્યુટી પાર્લરની સંચાલક ઘરેણાં ખરીદવા ત્યાં આવી હતી. ત્યારે જ બંનેની ઓળખાણ થઈ અને પછી તેમના વચ્ચે મુલાકાતોને સિલસિલો શરૂ થયો. ધીરે ધીરે તેઓ પ્રેમમાં પડ્યા અને તેમની જીદમાં પરિવારના સભ્યો પણ કંઈ કરી શક્યા નહીં અને બંનેને સાથે રહેવા દીધા. ગયા મહિને જ 25 નવેમ્બરે બંને લગ્નના બંધનમાં બંધાયા. ત્યારે હવે તેમની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે, જેને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. એવી પણ ચર્ચા છે કે કારોબારીની પુત્રીએ અત્યાર સુધીમાં લિંગ બદલવા માટે ત્રણ ઓપરેશન કરાવ્યા છે.

હવે તેને છોકરા જેવો દેખાવા માટે ચોથું ઓપરેશન પણ કરાવવું પડશે. વેપારીની દીકરીને નાનપણથી જ છોકરાઓની જેમ જીવવાનો શોખ હતો. શરૂઆતથી જ તે એ સ્ટાઇલમાં ફરતી. તેનું વર્તન પણ બાળપણથી જ છોકરાઓ જેવું હતું. સહેલીઓના લગ્નમાં બંનેના પરિવારના સભ્યો અને સંબંધીઓ પણ હાજર રહ્યા હતા. તમામ શુભકાર્યક્રમો નિયમો મુજબ સંપન્ન થયા હતા. આ લગ્ન એ સમાજમાં સમલૈંગિક લગ્નની માન્યતાને અરીસો બતાવ્યો છે.

Previous Article

એમી જેક્સનના બર્થ ડે સેલિબ્રેશનની તસવીરો જોઇ ભડક્યા લોકો; થઇ ટ્રોલ; બેડ માં કશું જ પહેર્યા વગર મોજ કરતી દેખાઈ, જુઓ

Next Article

હાથી પાછળ ભગાવી રહ્યા હતા JCB, ગજરાજે ગુસ્સામાં કર્યો એવો પલટવાર કે...મશીનના હલી ગયા પરખચ્ચા

error: Protected Content!