હાથી ખૂબ જ શાંત પ્રાણી છે. એટલા માટે તેને અંગ્રેજીમાં ‘જેન્ટલ જાયન્ટ’ પણ કહેવામાં આવે છે. પણ જ્યારે ગજરાજ ગુસ્સે થાય છે, ત્યારે તેની સામે મોટા મશીનો પણ નિષ્ફળ જાય છે! તાજેતરનો વીડિયો તેનું ઉદાહરણ છે, જે ડુઆર્સના જલપાઈગુડી જિલ્લાના માલબજારનો હોવાનું કહેવાય છે. આ વાયરલ ઇન્સ્ટાગ્રામ રીલમાં એક ગુસ્સે ભરાયેલ હાથી ખુલ્લા મેદાનમાં JCB મશીનને ટક્કર મારતો જોઈ શકાય છે.

આ ટક્કર એટલી ગંભીર હોય છે કે આખું મશીન ધ્રુજી જાય છે. એટલું જ નહીં, ચારે બાજુ ધૂળ ઉડવા લાગે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે લોકોનું ટોળું અને એક JCB મશીન હાથીનો પીછો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ગુસ્સે ભરાયેલો હાથી પાછળ ફરીને દોડતો આવે છે અને ‘પીળા પંજા’ એટલે કે JCB ને ખૂબ જ જોરથી ટક્કર મારે છે. આ ટક્કર એટલી જોરદાર હોય છે કે JCB આગળથી ઉઠી જાય છે.

આ વીડિયો 2 ફેબ્રુઆરીના રોજ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ @sujandutta.pc._lover_ પરથી પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેને 12 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે અને 3 લાખથી વધુ લાઇક્સ મળી છે. વીડિયો જોયા પછી કેટલાક યુઝર્સે કહ્યું કે આ હાથીની શક્તિ છે. જ્યારે કેટલાકે લખ્યું કે અમને આશા છે કે હાથી ઠીક હશે. એક યુઝરે લખ્યું – ગજરાજને ઈજા થઈ છે. આ વીડિયો પોસ્ટ કરતી વખતે કેપ્શન આપવામાં આવ્યું હતું – JCB vs હાથી.
View this post on Instagram