“એ મારા પતિ છે, ડ્રાઇવર નહિ..” ભારતીય પતિનું થયુ અપમાન તો ભડકી વિદેશી પત્ની, વીડિયો શેર કરી આપ્યો કરારો જવાબ

એ મારા પતિ છે, ડ્રાઇવર નહિ…ભારતમાં ચહેરો જોઇ લોકોએ કર્યા જજ તો વિદેશી મહિલાએ આપ્યો કરારો જવાબ

ભારતની મુલાકાતે આવતા ઘણા વિદેશીઓ કાં તો અહીંથી પોતાની ઘણી યાદો સાથે લઈ જાય છે અથવા કાયમ માટે અહીં જ રહી જાય છે. એક તરફ જ્યારે સમાજ આધુનિક બની રહ્યો છે, ત્યારે બીજી તરફ ઘણી જગ્યાએ હજુ પણ જૂની વિચારધારા ધરાવતા લોકો રહે છે જેઓ એ સ્વીકારવા તૈયાર નથી કે કોઈ વિદેશી વ્યક્તિ ભારતીય સાથે લગ્ન કરી શકે છે અને સ્થાનિક સંસ્કૃતિ અપનાવી શકે છે.

આવું જ કંઈક પોલિશ મહિલા ગેબ્રિએલા સાથે થયું, જેણે ભારતીય હાર્દિક વર્મા સાથે લગ્ન કર્યા છે. વિદેશી મહિલાએ ભારતના લોકોના વલણ પર સવાલ ઉઠાવ્યા. તેણે કહ્યુ કે જ્યારે પણ તે તેના પતિ સાથે ભારતમાં નવી જગ્યાઓની મુલાકાત લેવા જાય છે, ત્યારે લોકો ઘણીવાર તેના પતિને તેમનો ટૂર ગાઇડ અથવા ડ્રાઇવર માની લે છે.

ગેબ્રિએલાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી લખ્યું, ‘જ્યારે પણ અમે ભારતમાં ફરવા જઈએ છીએ, ત્યારે લોકો વિચારે છે કે હાર્દિક મારો ટૂર ગાઇડ છે કાં તો મારો ડ્રાઇવર.’ આ હવે કંઈ નવું નથી, આવું ઘણી વાર બને છે. વિદેશી મહિલાએ આગળ પૂછ્યું, ‘શું લોકો સમજી શકતા નથી કે એક છોકરી તેના ટૂર ગાઇડનો હાથ પકડીને તેની સાથે ઘણા બધા ફોટા કેમ પડાવે છે?’

ગેબ્રિએલાએ તેના પતિ સાથેનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો જેમાં તેણે આ વિચારસરણીને અસંસ્કારી ગણાવી. તેણે લોકોને ઇંટર રિલિજન અને ઇન્ટરનેશનલ કપલો અંગેના તેમના જૂના વિચારો બદલવા કહ્યું. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. ઘણા લોકોએ ગેબ્રિએલાને ટેકો આપ્યો અને કહ્યું કે તેમને પણ આવા જ અનુભવો થયા છે.

કેટલાક લોકોને લાગ્યું કે ભારતમાં લોકોના મનમાં હજુ પણ ઘણી જૂની માન્યતાઓ અસ્તિત્વમાં છે. એક યુઝરે વીડિયો પર મજાકમાં કમેન્ટ કરી, ‘કદાચ તમારે ભારતમાં ફરીથી લગ્ન કરવા જોઈએ, પણ આ વખતે એક મોટી જાહેરાત સાથે.’ બીજાએ લખ્યું: “દરેક વ્યક્તિ અલગ હોય છે. બધા એકસરખા દેખાવા જરૂરી નથી. આપણે ભેદભાવ વિના જીવવું જોઈએ.

Previous Article

છી.. છી.. છી..આટલી ગંધાતી ટ્રેન! ભારતની આ ટ્રેનમાં ગંદકીનું સામ્રાજ્ય, શખ્સે કર્યો વીડીયો વાયરલ, જોઈને તમને પણ ઊલટી આવી જશે

Next Article

આ છોકરાએ હાઇ હિલ્સ પહેરી કર્યુ એવું રેંપ વોક કે વીડિયો થઇ ગયો વાયરલ, લોકો બોલ્યા- આમનો એક અલગ દેશ હોવો જોઇએ

error: Unable To Copy Protected Content!