ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ અને તેમની પત્ની આરતી અહલાવત 21 વર્ષના લગ્નજીવન પછી અલગ થઈ રહ્યા હોવાના અહેવાલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સેહવાગ અને આરતીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા છે, જેનાથી છૂટાછેડાની અફવાઓ વધુ ફેલાઈ ગઈ છે. વીરેન્દ્ર અને આરતીને બે બાળકો છે – આર્યવીર (2007) અને વેદાંત (2010).
અહેવાલ મુજબ, 2004માં લગ્ન કરનાર આ કપલ ઘણા મહિનાઓથી અલગ રહી રહ્યા છે. ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી વીરેન્દ્ર સેહવાગે 2015માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, આ પછી તે ભારતની રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી એજન્સીના ડોપિંગ રોધી એજન્સી પેનલમાં જોડાયો. સેહવાગનું અંગત જીવન પણ એટલું જ રસપ્રદ છે.
તેમણે દૂરની સંબંધી આરતી અહલાવત સાથે લગ્ન કર્યા. બંને પહેલી વાર વીરેન્દ્ર સાત વર્ષના હતા ત્યારે એક લગ્નમાં મળ્યા હતા જ્યાં તેમના પિતરાઈ ભાઈએ આરતીની માસી સાથે લગ્ન કર્યા હતા. આ ઘટનાથી તેમની મિત્રતાની શરૂઆત થઈ કારણ કે તેઓ સાથે રમતા હતા અને ગાઢ મિત્રો બન્યા. સમય જતાં, તેમના સંબંધો કૌટુંબિક મેળાવડાઓ દ્વારા ખીલ્યા. 14 વર્ષ સુધી આરતીને જાણ્યા પછી, 21 વર્ષની ઉંમરે સેહવાગે તેને પ્રપોઝ કર્યું અને આરતીએ તરત જ સ્વીકારી લીધું.
લગ્ન કરવાનો નિર્ણય લેતા પહેલા તેઓએ ત્રણ વર્ષ સુધી ડેટિંગ કર્યુંહતુ. એપ્રિલ 2004માં વીરેન્દ્ર અને આરતીએ ભૂતપૂર્વ નાણામંત્રી અરુણ જેટલીના નવી દિલ્હી નિવાસસ્થાને લગ્ન કર્યા હતા. આ સમારોહ ખાનગી હતો અને તેમાં કડક સુરક્ષા વ્યવસ્થા હતી; મહેમાનોને પ્રવેશ માટે આમંત્રણની જરૂર હતી. શરૂઆતમાં તેમના લગ્ન અંગે માતાપિતાના ખચકાટ છતાં, બંને પરિવારોએ આખરે સંમતિ આપી. લગ્ન હરિયાણવી પરંપરાઓ અનુસાર થયા હતા.
આ કપલે 2007માં તેમના પહેલા પુત્ર આર્યવીર અને 2010માં તેમના બીજા પુત્ર વેદાંતનું સ્વાગત કર્યું. જો કે, તાજેતરના મહિનાઓમાં તેમના લગ્નજીવનમાં મુશ્કેલીઓની અફવાઓ જોવા મળી રહી છે કારણ કે તેઓએ ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એકબીજાને અનફોલો કરી દીધા છે. જ્યારે તેઓએ એકબીજાની ઓનલાઈન પોસ્ટને લાઈક કરવાનું બંધ કરી દીધું ત્યારે અટકળો વધુ તીવ્ર બની.
બે અઠવાડિયા પહેલા વીરેન્દ્ર સેહવાગે પલક્કડના વિશ્વ નાગાયક્ષી મંદિરની મુલાકાત લીધી હતી. તેણે તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જો કે, આરતી ક્યાંય જોવા મળી ન હતી, અગાઉ વીરેન્દ્ર સેહવાગે દિવાળી 2024 પર તસવીર પોસ્ટ કરી હતી. તે તસવીરોમાં સેહવાગ સિવાય તેનો પુત્ર અને માતા જોવા મળ્યા હતા, પરંતુ પત્ની આરતી અહલાવત જોવા મળી ન હતી. આવી સ્થિતિમાં, સોશિયલ મીડિયા પર લોકો કહી રહ્યા છે કે આ કપલની લાંબા સમયથી ચાલી આવી રહેલી સાજેદારી હવે તૂટવાની કગાર પર છે.
16 ડિસેમ્બર 1980ના રોજ જન્મેલી આરતીએ લેડી ઈરવિન સેકન્ડરી સ્કૂલ અને ભારતીય વિદ્યા ભવનમાંથી શિક્ષણ મેળવ્યું અને પછી દિલ્હી યુનિવર્સિટીની મૈત્રેયી કૉલેજમાંથી કમ્પ્યુટર સાયન્સમાં ડિપ્લોમા કર્યું. સેહવાગ અને તેની લવ સ્ટોરી વર્ષ 2000 ની આસપાસ ચાલુ રહી અને પછી 2004 માં, બંનેએ ભૂતપૂર્વ નાણા મંત્રી અને દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ એટલે કે DDCA, અરુણ જેટલીના ઘરે લગ્ન કર્યા.