સૈફ પર હુમલો કરનાર શરીફુલના પિતાએ આપ્યુ ચોંકાવનારુ નિવેદન, કેસમાં આવશે નવો મોડ
સૈફ અલી ખાન પર હુમલાની રાતે ઘરના CCTV માં કેદ થયો હુમલાવર શરીફુલ, પિતાએ ખારિજ કર્યા આરોપ
બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર તાજેતરમાં જ છરીથી હુમલો થયો હતો. સૈફ અલી ખાનને 5 દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી, તેની 2 સર્જરી થઇ છે. આ દરમિયાન, આ કેસમાં એક નવો વળાંક આવ્યો છે. સૈફ અલી ખાન કેસના આરોપી શરીફુલ ઇસ્લામ શહઝાદના પિતાએ દાવો કર્યો છે કે પોલીસે ખોટા વ્યક્તિની ધરપકડ કરી છે.
ઈન્ડિયા ટુડે ટીવી સાથે વાત કરતા રુહુલ અમીને કહ્યું કે સૈફ અલી ખાનના બાંદ્રાના ઘરના સીસીટીવી ફૂટેજમાં દેખાતો માણસ તેનો પુત્ર નથી. તેમણે કહ્યુ- ફૂટેજમાં દેખાતા માણસના વાળ લાંબા છે, જ્યારે તેનો પુત્ર શરીફુલ ટૂંકા વાળ રાખે છે. શરીફુલના પિતાએ જણાવ્યું કે શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી, તેમના દીકરાએ પરિવારનું ગુજરાન ચલાવવા માટે રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું.
જોકે, સૈફ અલી ખાનના ઘરેથી પોલીસને મળેલા ફિંગરપ્રિન્ટ્સ આરોપીના ફિંગરપ્રિન્ટ્સ સાથે મેળ ખાય છે. આ આંગળીઓ ડક્ટ પાઇપ પર પણ મળી આવી છે જેનો ઉપયોગ આરોપીઓએ સૈફ અલી ખાનના મકાનના 11મા માળે ચઢવા માટે કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ડક્ટ સૈફના નાના પુત્ર જેહના રૂમના બાથરૂમ પાસે ખુલે છે. બાથરૂમના દરવાજા પર આરોપીના ફિંગરપ્રિન્ટ્સ પણ મળી આવ્યા હતા.
પિતા કદાચ દાવો કરી રહ્યા હશે કે આ તેમનો દીકરો નથી, પરંતુ પોલીસને અત્યાર સુધી મળેલા પુરાવા તેમના દીકરાને ગુનેગાર સાબિત કરે છે. આ ઉપરાંત, જેહના રૂમમાંથી એક ટોપી પણ મળી આવી છે જેમાં હાજર વાળને ડીએનએ માટે પરીક્ષણ કરવામાં આવ્યું. તેને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) માં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યું છે. ઘુસણખોરને સૌપ્રથમ જેહની આયાએ જોયો હતો.