મનોરંજન

ટીપ ટીપ બરસા પાની ગીતના શૂટિંગ દરિયાન તાવથી ધગધગતું હતું રવિનાનું શરીર અને પિરિયડ્સ પણ ચાલુ હતા, રવીનાએ કર્યો ખુલાસો

આ અનુભવો સાંભળીને તમને નહીં થાય વિશ્વાસ, બાપ રે આવી તકલીફો? આજે પણ યાદ કરીને ધૃજી જવાય છે

1994,આ રિલીઝ થેલી ફિલ્મ “મોહરા”  પણ ખુબ જ હિટ રહી હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી અને મુખ્ય અભિનેત્રી તરીકે રવીના ટંડન જોવા મળી હતી. રવીનાની ભૂમિકા પણ આ ફિલ્મમાં ખુબ વખાણવામાં આવી હતી. આ ફિલ્મના ગીતો પણ દર્શકોને ખુબ પસંદ આવ્યા હતા, તો આ ફિલ્મનું જ “ટીપ ટીપ બરસા પાની” ગીતમાં અક્ષય અને રવીનાની બોલ્ડ અદાઓ પણ જોવા મળી હતી.

Image Source

આ ગીત દર્શકોમાં આજે પણ એટલું જ પ્રખ્યાત છે. પરંતુ આ ગીત સાથે રવિનાની કેટલીક યાદો પણ જોડાયેલી છે, જેને રવીના એ જ એક ઇન્ટરવ્યૂમાં વ્યક્ત કરી હતી કે તેને આ ગીતના શૂટિંગ દરમિયાન સખત તાવ અને પીરિયડ્સ પણ હતા.

Image Source

રવીનાએ જ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે: “આ ગીતને 4 દિવસમાં શૂટ કરવામાં આવ્યું હતું. આ ગીત એક કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર શૂટ કરવામાં આવ્યું હતું જ્યાં પથ્થર અને ખીલ પડેલા હતા, અને તેને ખુલ્લા પગે શૂટ કરવાનું હતું. એટલું જ નહીં આ ગીતમાં વરસાદ પણ હતો જેના કારણે મારે પલળવાનું પણ હતું.”

Image Source

આગળ જણાવતા રવીનાએ કહયું કે: “પાણી ખુબ જ ઠંડુ હતું જેના કારણે મને તાવ આવી ગયો હતો. સૌથી વધારે તકલીફ એ વાતની હતી કે આ દરમિયાન મારા પીરિયડ્સ પણ ચાલી રહ્યા હતા.” રવીનાની વાત ઉપર જ ખબર પડી જાય છે કે રવીનાએ કેવી તકલીફનો સામનો કરી અને આ ગીતનું શૂટિંગ પૂર્ણ કર્યું હશે. 90ના દાયકાનું આ ખુબ જ પ્રખ્યાત ગીત હતું, આજે પણ આ ગીત લોકોના મોઢા ઉપર રમતું જોવા મળે છે.