ખબર

રતન ટાટાએ બિલ્ડરોને લીધા આડે હાથ, કહ્યું કે આપણને શરમ આવી જોઈએ કે…

હાલ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાના કેસ મહારાષ્ટ્રમાં પણ જોવા મળે છે. મુંબઈમાં ધારાવીમાં ફેલાયેલા ગીચ વસ્તીવાળા વિસ્તારમાં કોરોના વાયરસના ફેલાવાના કારણે ચિંતા વધી રહી છે. ધારાવીમાં અઢી કિલોમીટરના એરિયામાં 8થી 9 લાખ લોકો રહે છે. વિચારો અહીંની હાલત કેવી હશે.

Image Source

હાલ મુંબઈનાકેન્દ્રમાં રહેલીધારાવી કોરોના સામે ઝઝૂમી રહી છે. એક્સપર્ટ્સે દ્વારા અહીં વધારે પ્રમાણમાં લોકોને ચેપ લાગવાની ચિંતા વ્યક્ત કરી છે. આ વિષયની વચ્ચે ભારતીય ઉદ્યોગપતિ રતન ટાટાએ ઝૂંપડપટ્ટીની વધતી સંખ્યા માટે હાઉસિંગ નીતિઓ પર સવાલ સવાલ ઉઠવીને ચેતી જવાની સલાહ આપી છે.

Image source

ભવિષ્યની ડિઝાઈન અને નિર્માણ વિષય પર એક ઓનલાઈન ચર્ચા દરમિયાન રતન ટાટાએ કહ્યું, “કોરોના વાયરસના કહેરથી શહેરમાં આવાસ સંક્ટને ઉજાગર કર્યું છે. મુંબઈમાં લાખો લોકો તાજી હવા અને ખુલ્લી જગ્યાઓમાં સારું જીવન જીવી રહ્યા છે. બિલ્ડરોએ એવા સ્લમ બનાવી દેતા જ્યાં સફાઈની વ્યવસ્થા નથી. આપણે સારા આવાસ ડિઝાઈન કરીએ છીએ જ્યાં એક સમયે ઝૂંપડપટ્ટી હતી. આપણને શરમ આવવી જોઈએ કે એક તરફ આપણે સારી છબી બતાવવા માગીએ છીએ તો બીજી તરફ એક ભાગ એવો પણ છે જેને આપણે છૂપાવવા માગીએ છીએ.”

રતન ટાટાએ વધુમાં આ લોકો તેમની નિંદા કરે છે આપણે નારાજ થઈ જઈએ છીએ. પરંતુ આર્કિટેક્ટ અને બિલ્ડર તરીકે સામાજિક જવાબદારી પણ છે. કોરોનાના સંક્ટ વચ્ચે ચેતવણી આપી રહ્યા છીએ. મારી ચિંતા એ છે કે હવે તે આપણને ચારે તરફથી ઘેરીને હુમલો કરી રહ્યું છે.

Image Source

82 વર્ષીય રતન ટાટાએ વધુમાં જણાવ્યું હતું કે, તેમના પિતા તેમને એન્જિનિયર બનાવવા માગતા હતા.1959માં બે વર્ષ અમેરિકાના લોસ એન્જલસમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છતાં આર્કિટેક્ટ ના બની શક્યો,શક્યા તેનો પસ્તાવો છે. આ દરમિયાન ટાટાએ ઝૂંપડપટ્ટી હટાવવા અને 20-30 માઈલ દૂર ગીચ વસ્તીવાળા આવાસોમાં લોકોને શિફ્ટ કરવાની નીતિ પર સવાલ ઉઠાવ્યો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.