અદ્દભુત-અજબગજબ ખબર

10 વર્ષની ઉમંરમાં પોતાના માતા પિતાના પ્રેમથી વંચિત રહેવું પડ્યું હતું રતન ટાટાને, ઇન્ટરવ્યૂમાં જણાવી પોતાની લવસ્ટોરી

દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ રતન ટાટાને આજે કોઈ ઓળખાણની જરૂર નથી. તે ભારતના એક સફળ વ્યવસાયિક છે. પરંતુ તેમના અંગત જીવનમાં ડોકિયું કરીએ તો પારિવારિક જીવનમાં તેમનું કિસ્મત સારું નથી રહ્યું.

Image Source

માત્ર 10 વર્ષની ઉંમરમાં જ તે પોતાના માતા-પિતાથી અલગ થઇ ગયા હતા. ત્યારબાદ તેમનું પાલન પોષણ તેમના દાદીએ કર્યું હતું. તે માત્ર 21 વર્ષની ઉંમરમાં જ ટાટા ગ્રુપના ચેરમેન બની ગયા. તેઓ પ્રેમમાં પણ પડ્યા પરંતુ તેમાં પણ તેમને સફળતા મળી નહીં.

Image Source

સામાન્ય રીતે પોતાના અંગત જીવનને લઈને ચૂપ રહેવા વાળા રતન ટાટાએ જણાવ્યું હતું કે તે કેવી રીતે પ્રેમમાં પડ્યા હતા અને લગ્ન થતા થતા રહી પણ ગયા હતા. આ ઘટના અમેરિકાના લોસ એન્જીલીસની છે. જ્યાં કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રતન ટાટા એક આર્કિટેક્ચર ફર્મમાં નોકરી કરવા લાગ્યા. 1960ના શરૂઆતના દિવસોની વાત છે. રતન ટાટા પાસે પોતાની કાર હતી અને તે મજા માણી રહ્યા હતા.

Image Source

તેમને જણાવ્યું હતું કે: “હું પ્રેમમાં પડ્યો હતો અને લગ્ન પણ થવાના જ હતા. પરંતુ એજ સમયમાં મેં ભારત પાછા આવવાનો નિર્ણય કર્યો કારણ કે હું મારા દાદીથી દૂર હતો. તે ખુબ જ બીમાર હતી. મને આશા હતી કે મારી થવા વાળી પત્ની પણ ભારત આવશે. જેની સાથે હું લગ્ન કરવા માંગુ છું. પરંતુ 1962ની ભારત-ચીનની લડાઈના કારણે તે છોકરીના માતા-પિતા તેના ભારત આવવાના પક્ષમાં નહોતા. અને એ રીતે સંબંધ તૂટી ગયો.

Image Source

રતન ટાટાએ જણાવ્યું કે તે દાદી નવાજબાઈ ટાટાની સૌથી વધુ નજીક રહ્યા છે. તે એમ પણ જણાવે છે કે તે આજે પણ તેમના દાદી દ્વારા શીખવવામાં આવેલી વાતો ઉપર આગળ વધી રહ્યા છે. રતન ટાટા પોતાના વાયદાના પણ ખુબ જ પાક્કા છે. તેમને વાયદો કર્યો હતો કે તે ભારતીયોને સૌથી સસ્તી કાર અપાવશે, અને તેમને ટાટા નેનો આ દેશને આપી.