અજબગજબ ખબર

પાણીમાં તરતો જોવા મળ્યો પીળા રંગનો કાચબો, સોશિયલ મીડિયામાં તસવીરો થઇ વાયરલ

સોશિયલ મીડિયામાં અલગ અલગ પ્રાણીઓના ફોટો વાયરલ થતા હોય છે, ઘણા તો એવા પણ હોય છે જે આપણે ક્યારેય નથી જોયા હોતા, હાલમાં સોશિયલ મીડિયા ઉપર એક એવા જ પીળા રંગના કાચબાનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જે પાણીમાં તરી રહ્યો છે.

Image Source

આ કાચબો ઓડિશાના બાલાસોર જિલ્લમાં જોવા મળ્યો હતો. જે એક દુર્લભ પ્રજાતિનો માનવામાં આવે છે. જેનો રંગ પણ પીળો છે. ટ્વીટરના જે એકાઉન્ટ યુઝર્સ દ્વારા આ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે તેને હજારો વખત જોવામાં આવ્યો છે. ઘણા લોકોએ પોતાની પ્રતિક્રિયા પણ આપી છે.

Image Source

જે વ્યક્તિએ આ વિડીયો પોસ્ટ કર્યો છે એ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે કાચબો એક વાસણની અંદર તરી રહ્યો છે. એક ટ્વીટર યુઝર્સે કોમેન્ટ કરીને એમ પણ જણાવ્યું છે કે આ કાચબો અલ્બીનો ઇન્ડિયન ફ્લેશીપ કહેવાય છે. અને આ 10 હજાર કાચબામાં એક હોય છે. તેના બચવાના ચાન્સ પણ ઘણા ઓછા હોય છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.