ઇન્ટરનેટ પર રાતોરાત સ્ટાર બની જનાર રાનુ મંડલની કેટલીક એવી તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે જે જોઈને લોકોએ મીમ્ઝ બનાવીને પણ શૅર કર્યા છે.આ તસવીરોમાં રાનુ ખૂબ જ સુંદર લહેંગામાં જોવા મળે છે પરંતુ તેણે જે મેકઅપ એવો ખતરનાક કર્યો છે એ તેને સારી દર્શાવવાના બદલે તેના લુકને ખૂબ જ બગાડી રહ્યો છે.
આ તસવીરો જોઈને એવું લાગી રહ્યું છે કે રાનુ કોઈ બ્યૂટી પાર્લર અથવા તો સલૂનના કાર્યક્રમમાં હાજરી આપી હોય.રાનુએ જે મેકઅપ કર્યો છે, તેણે લુક્સને એવી રીતે બગાડ્યો છે કે એક નજરમાં તો તેને ઓળખવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે.
#RanuMandal
Pic 1: Clicked by iPhone 11
Pic 2: Clicked by Oppo/Vivo pic.twitter.com/SHHTjjZA61— Ameen✨ (@helloitsameen) November 16, 2019
ઉલ્લેખનીય છે કે હિમેશ રેશમિયાએ તેને તેની ફિલ્મમાં ગીત ગાવાની તક આપી હતી. તેણે અત્યાર સુધીમાં ઘણા ગીતો ગાયા છે
Joker 2.0 is coming guys….Excitation level is damn high😍 pic.twitter.com/hktJsV8zOb
— Ahnied kolim (@kolim_official) November 17, 2019
આ તસવીરોમાં તે એક સુંદર લહેંગામાં જોવા મળી રહી છે, પરંતુ તેનો મેકઅપ તેના દેખાવને સારા બતાવવાને બદલે બગાડતો હોય તેવું લાગી રહ્યું છે. લોકો હવે આ માટે ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામમાં તેની મજાક ઉડાવી રહ્યા છે. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તે ભારે મેકઅપમાં જોવા મળી રહી છે.
ઘણા બધા લોકોએ રાનુને સલાહ આપી અને પૂછ્યું કે તારે મેકઅપની શું જરૂર છે. તો એક તસવીર પણ વાયરલ થઈ જેમાં રાનું મંડલનો ચહેરો એકદમ ગોરો દેખાઈ રહ્યો છે, જેના પર લોકો જુદા જુદા મેમ્સ શેર કરી રહ્યા છે. ઘણા યુઝર્સે તેને રાનુ મંડલને નન બનાવી છે.
તમને જણાવી દઈએ કે લતા મંગેશકરનું ગીત ‘એક પ્યાર કા નગ્મા હૈ’ ગાઈને સોશિયલ મીડિયા દ્વારા રાતોરાત પ્રખ્યાત બનેલા રાનુ મંડલ ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે. આ નવી તસ્વીરોમાં તેણે ડિઝાઇનર કપડાં પહેર્યા છે અને ભારે મેકઅપ કર્યો છે. લોકો રાનુના મેકઅપની ખૂબ મજાક ઉડાવી રહ્યા છે. જો કે કેટલાક લોકો એમ પણ કહે છે કે રાનુની તસવીર ફોટોશોપ કરાઈ છે.
The Nun 2 coming soon at theatres near you.#RanuMandal as Nun pic.twitter.com/nZsdG3IOAk
— Soham Naskar (@SohamNaskar) November 16, 2019
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App