મનોરંજન

પબ્લિસિટી મેળવવા રાનુ મંડળની દીકરીએ કર્યો નવો પેંતરો, હવે ખુબ કરી બેઠી આ કામ- જોઈ લો

પોતાના અવાજથી રાતોરાત સ્ટાર બની ગયેલી રાનુ મંડલની દીકરી એલિઝાબેથ સાથી રોય પબ્લિસિટી મેળવવા માટે જુદા-જુદા રસ્તાઓ અજમાવી રહી છે. તાજેતરમાં જ એલિઝાબેથે રાનુના મેનેજર અતીન્દ્ર ચક્રવર્તી પર ગંભીર આરોપ લગાવ્યો હતો કે તેને તેની માને મળવા દેવામાં નથી આવતું અને ધમકી આપવામાં આવી છે કે જો મળવાની કોશિશ કરશે તો તેને પગ તોડી દેશે અને તેને બહાર ફેંકી દેશે. હવે રાનુની દીકરી પબ્લિસિટી માટે નવી રીત આજમાવતા પોતાની માના પગલે ચાલી પડી છે.

 

View this post on Instagram

 

After 10 year 😭#ranu #himeshreshammiya #singers #daughter #love

A post shared by Ranu mondal (@ranu.mondal_) on

રાનુ મંડળની દીકરીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં એલિઝાબેથે પણ રાનુ મંડળની જેમ જ લતા મંગેશકરના અવાજમાં ‘એક પ્યાર કે નગ્મા હૈ’ ગાતી દેખાઈ રહી છે. આ વિયો પણ આવતાની સાથે જ વાયરલ થઇ ગયો છે. પણ ફરક એ વાતનો છે કે લોકો રાનુની જેમ તેના વખાણ કરવાને બદલે તેને ટ્રોલ કરી રહયા છે. લોકો કહી રહયા છે કે ખોટી પબ્લિસિટી માટે તે આવા સ્ટન્ટ કરી રહી છે. ખબરો અનુસાર એલિઝાબેથ રાનુને 10 વર્ષ પહેલા છોડીને જતી રાહ હતી, રાનુના પ્રસિદ્ધ થતા જ તે પોતાની માને મળવા માટે આવી પહોંચી. માએ દીકરીને ગળે પણ લગાવી લીધી હતી.

જુઓ વિડીયો:

એક ઈન્ટરવ્યુમા એલિઝાબેથે પોતાની માને એકલા મુકવા પાછળનું કારણ જણાવતા કહ્યું હતું કે તેને ઘણા સમયથી માને છોડવા માટે ધમકીઓ આપવામાં આવી રહી હતી. જેને કારણે તેને માને છોડી દીધી હતી. જો કે એ વાતનો ખુલાસો નથી કર્યો તેને ધમકી કોણ આપી રહ્યું હતું. એલિઝાબેથે કહ્યું કે – ‘હું કેટલાક મહિનાઓ પહેલા કલકત્તાના ધર્માતલા ગઈ હતી, જ્યા મેં મારી માતાને કોઈ કારણ વિના બસ સ્ટેન્ડ પર બેસેલા જોયા હતા. મેં તમને તરત જ 200 રૂપિયા આપીને ઘરે જવા કહ્યું હતું.’

 

View this post on Instagram

 

Beach life..#like #himeshreshammiya #love #ranu

A post shared by Ranu mondal (@ranu.mondal_) on

એલિઝાબેથની મા રાનુ જયારે પ્રસિદ્ધ થઇ ગઈ ત્યારે તેમને મળવા પર તેની ખૂબ જ આલોચન થઇ. જેના પર એલિઝાબેથે કહ્યું – ‘માના ચારે બાળકોમાંથી હું જ માનું ધ્યાન રાખતી હતી. હું એને અંકલના એકાઉન્ટ દ્વારા 500 રૂપિયા મોકલ્યા કરતી હતી. હું ડિવોર્સી છું અને સિંગલ મધર છું. હું મારા ચાર વર્ષના બાળકનું ધ્યાન રાખું છું. હું સુરીમાં એક કરિયાણાની નાની દુકાન ચાલવું છું. તેમ છતાં હું મારાથી જેટલું થઇ શકે એટલું માનું ધ્યાન રાખતી હતી. મેં મારી માને અનેકવાર મારી સાથે આવીને રહેવા કહ્યું, પણ મારી માને અમારી સાથે રહેવું જ નથી. તો પણ લોકો મને જ દોષ આપે છે. બધા જ મારી વિરુદ્ધ થઇ ગયા છે. હવે હું કોની પાસે જાઉં?’

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks