પશ્ચિમ બંગાળના રેલવે સ્ટેશન પર લતા મંગેશકરનું ગીત ‘ઈક પ્યાર કા નગ્મા હૈ’ ગીત ગાઈને મશહૂર થનારી રાનુ મંડલ આજકાલ સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે. રાનુ મંડલનું પહેલું બૉલીવુડ ગીત ‘તેરી મેરી કહાની’ રિલીઝ થઇ ગયું છે. આજે રાનુની જિંદગી પુરી રીતે બદલી ચુકી છે. ત્યારે એક ફિલ્મમેકરે તેની પર ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું છે.
રાનુની જિંદગી પર ફિલ્મ મેકર ઋષિકેશ મંડલ બાયોપિક ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું છે. રાનુની આ બાયોપીક ફિલ્મ પર સાઉથની જાણીતી અકેટ્રેસ સુદીપ્તા ચક્રવર્તી રાણુનો રોલ કરશે. એક અખબાર સાથેની વાતચીતમાં સુદીપ્તાએ જણાવ્યું હતું કે, મને આ ફિલ્મ ઓફર થઇ છે. પરંતુ જુ સુધી સ્ક્રીપટ વાંચવાઇ બાકી છે. સ્ક્રીપટ વાંચ્યા બાદ નક્કી કરીશ કે, આ ફિલ્મ પર કામ કરીશ કે નહિ.
એક રિપોર્ટમાં ફિલ્મને લઈને વાત કરતા ડાયરેક્ટર ઋષિકેશએ જણાવ્યું હતું કે, લોકો રાનુની જિંદગી બાબતે જાણવા માંગે છે. સોશિયલ મીડિયા દ્વારા રાનુ રાતોરાત સ્ટાર બની ચુકી હતી. તેથી લોકો તેને અંગત જિંદગી વિષે વધુ જાણવા માંગે છે. આ સિવાય ફિલ્મમાં પણ સોશિયલ મીડિયાની તાકાત બતાવવમાં આવશે કે કેવી રીતે સ્ટેશન પર ગીતગાવાવાળી મહિલા સ્ટાર બની ગઈ છે. ફિલ્મના આ સિલિસિલામાં ડાયરેક્ટરે રાનુ અને તેની પુત્રીની મુલાકાત પણ કરી લીધી છે.
ઋષીકેશે ઇન્ટરવ્યૂમાં રાનુ સાથે મળેલા તેનો અનુભવ પણ શેર કર્યો હતો. ઋષીકેશે જણાવ્યું હતું કે, ‘ રાનુ મંડલ સાથે વાત કરતા મને લાગ્યું હતું કે. તે એક ભણેલા-ગણેલા પરિવારમાંથી આવે છે. તેને સંગીત સાથે પ્રેમ છે. તે નાનપણથી ગીત ગઈ છે. તે સિમ્પલ અને સ્વીટ હોવાની સાથે-સાથે ઈમોશનલ પણ છે.
જણાવી દઈએ કે, મેકર્સે રાનુને ફિલ્મમાં ગેસ્ટ તરીકે આવવા માટે પણ કહ્યુ છે. પરંતુ આ બાબતે હજુ સુધી કંઈ ફાઇનલ નથી થયું. ફિલ્મ બાબતે આત કરતા ઋષીકેશે કહ્યું હતું કે, જો સુદીપ્તા આ ફિલ્મ કરવા માટે તૈયાર થઇ જાય તો ફિલ્મની બાકી કાસ્ટને જલ્દી જ ફાઇનલ કરી દેવામાં આવશે.ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબર મહિનામાં શર્ટ રહૈ શકે છે.
રાનુની બાયોપિકનો થોડો હિસ્સો રાનુના હોમટાઉનમાં થશે, જયારે થોડો મુંબઈમાં. ફિલ્મને શુભોજીત મંડલ પ્રોડ્યુસ કરશે. આ ફિલ્મ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં રિલીઝ થશે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.