ખબર જીવનશૈલી

પહેલા ગીતની લોન્ચ પાર્ટીમાં ચમચમાતી સાડી પહેરીને પહોંચી રાનુ મંડલ, ફિલ્મ સ્ટારથી ઓછો ન હતો લુક- જુઓ તસ્વીરો

એક સમયે રેલવે સ્ટેશન પર ગીત ગાનારી રાનુ મંડલ આજે એક મોટી હસ્તી બની ગઈ છે. સ્ટેશન પરથી રેકોર્ડિંગ સ્ટુડિયો પહોંચવા સુધીની રાનુની સફર કોઈ સપનાથી ઓછી નથી. રાનુ હિમેશ રેશમિયાની ફિલ્મ માટે ત્રણ ગીતો રેકોર્ડ કરી ચુકી છે. એવામાં રાનુ ‘હેપ્પી હાર્ડી એન્ડ હીર’ ફિલ્મના ગીત ‘તેરી મેરી કહાની’ ગીતની લોન્ચ પાર્ટીમાં પહોંચી હતી. ઇવેન્ટ દરમિયાનનો રાનુનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે.

Image Source

વીડિયોને ફેમસ ફટોગ્રાફર વિરલ ભયાનીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. વીડિયોમાં રાનુ મંડલનો લુક એકદમ બદલાયેલો દેખાઈ રહ્યો છે. રાનુ પહેલા કરતા વધારે આત્મવિશ્વશથી ભરપૂર અને ચમચમાતી લાલ રંગની સાડી પહેરેલી દેખાઈ રહી છે.

Image Source

વીડિયોને પોસ્ટ કરતા વિરલ ભયાનીએ લખ્યું કે,”રાનુ મંડલ ફિલ્મના ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં પહોંચ ગઈ છે”. તેની સાથે જ રાનુની બે તસ્વીરો પણ પોસ્ટ કરી છે. તસ્વીરોમાં રાનુના ચેહરાની ચમક એકદમ અલગ જ દેખાઈ રહી છે. તસ્વીરોમાં રાનુ એકદમ ખુશ દેખાઈ રહી છે.

Image Source

રાનુ મંડલને સૌથી મોટી મૌકો અભિનેતા અને ગાયક હિમેશ રેશમિયાએ આપ્યો છે. એવામાં તે ત્રણ ગીતો પણ રેકોર્ડ કરી ચુકી છે. હિમેશ પછી હવે રાખી સાવંતે પણ રાનુને એક મોટી ઓફર આપી છે.

Image Source

રાખીએ કહ્યું કે તે ઈચ્છે છે કે રાનુ ‘છપ્પન છૂરી’ના રિમિક્સના વર્જનમાં પોતાનો અવાજ આપે. રાખીએ આગળ કહ્યું કે,”આવી ઇન્ડસ્ટ્રી સાથે જોડાઈને તે ખુબ જ ખુશ છે, જે રાનુ મંડલ જેવા પ્રતિભાવશાળી લોકોનું સમર્થન કરે છે અને તેને આગળ વધવાનો મૌકો આપે છે, હિમેશ રેશમિયા જેવા ગાયકનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું”.

જુઓ રાનુ મંડલનો પાર્ટીનો વિડીયો…

 

View this post on Instagram

 

#ranumandal arrives for her film trailer launch #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks