ખબર

બોલીવુડના આ સુપરસ્ટારે PM મોદીના પેટ ભરી કર્યા વખાણ, કહ્યું કે બનારસ ખુબ બદલાઈ ગયું છે, ગંગાની સાફ સફાઈ થઈ છે…

બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર, નાગાર્જુન, અભિનેત્રી આલિયા ભટ્ટ અને મોની રોય હાલમાં બનારસમાં તેમની ફિલ્મ બ્રહ્માસ્ત્રનું શૂટિંગ કરી રહયા છે. આ બધા જ સ્ટાર્સ અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રનું છેલ્લા શિડ્યુલનું શૂટિંગ કરી રહયા છે. ત્યારે ફિલ્મની શૂટિંગ દરમ્યાન એક પ્રેસ કોન્ફરન્સમાં બ્રહ્માસ્ત્રના સ્ટાર્સે બનારસના પોતાના અનુભવો શેર કર્યા.

Image Source

મીડિયા સાથે વાતચીત કરતા રણબીરે વારાણસીના બદલાયેલા રૂપના વખાણ કર્યા. તેને કહ્યું, ‘બનારસ ખૂબ જ બદલાઈ ગયું છે, ગંગા સાફ થઇ છે. મોદીજી (વડાપ્રધાન નરેન્દ્ર મોદી) ને ક્રેડિટ આપવી પડશે. મોદીજી માટે ખૂબ જ પ્રેમ છે જે મુંબઈમાં જોવા નથી મળતો. તેમના પ્રત્યે લોકોમાં જે ભાવનાત્મક પ્રેમ છે એ મુંબઈમાં બેસીને સમજી શકાય એમ ન હતું.’ જણાવી દઈએ કે વડાપ્રધાન મોદી વારાણસી લોકસભા સીટના સાંસદ છે. તેને કહ્યું, ‘બનારસના રસ્તાઓ હોય એક પછી એરપોર્ટના રસ્તાઓ બધું જ બદલાયું છે.’

Image Source

આલિયા ભટ્ટે પણ અહીંની સંસ્કૃતિના વખાણ કરતા કહ્યું કે અહીંની સંસ્કૃતિ ખૂબ જ સારી છે. આખી ટિમ અહીં ખૂબ જ એન્જોય કરી રહી છે. બ્રહ્માસ્ત્રનું લગભગ 50 ટકા શૂટિંગ બનારસમાં જ થવાનું છે ત્યારે આ ફિલ્મના ડિરેક્ટર અયાન મુખર્જીએ જણાવ્યું કે ‘અહીં એક ડાન્સ સિક્વન્સ શૂટ કરવાનું છે, એક એક્શન સીન પણ અહીં શૂટ થશે. અમે દર્શકોને જણાવવા નહિ દેખાડવા માંગીએ છીએ. ફિલ્મમાં બનારસના આધ્યાત્મિક સ્વરૂપના દર્શન થશે. ફિલ્મની જર્ની દિલ્હી, મુંબઈ અને વારાણસી બાદ હિમાલયમાં અટકે છે. વાર્તાના વધ જ પાત્રોનું પહેલીવાર મળવું બનારસમાં થાય છે.’

 

View this post on Instagram

 

शिवा और इशा 💫 #brahmastra

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

અયાન મુખર્જીનો ડ્રિમ પ્રોજેક્ટ બ્રહ્માસ્ત્રનો થોડા દિવસ પહેલા જ પ્રયાગરાજમાં ડ્રોન સાથે લોગો લોન્ચ કરવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

Aim for the sky they say, and we did! ❤️🌟

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks