રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આજકાલ ભલે તેના લગ્નની ખબરને લઈને ચર્ચામાં હોય. પરંતુ રણબીર અને આલિયા ભટ્ટ શાંત જોવા મળી રહ્યા છે. થોડા દિવસ પહેલા બન્નેના લગ્નની ફેક તસ્વીર અને ત્યારબાદ ફેક વેડિગ કાર્ડ વાયરલ થયું હતું. તેનાથી ખબર પડે છે કે, લગ્નને લઈને ફેન્સ કેટલા ક્રેઝી છે.
આ બન્નેના લઈને કોઈ આધિકારિક નિવેદન તો સામે આવ્યું નથી પરંતુ હાલમાં જે ખુલાસો થયો છે તે વાંચીને તમે પણ ચોંકી જશો. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, આલિયા-રણબીરના લગ્નની સાચી તારીખ અને જગ્યા સામે આવી ગઈ છે.
હાલમાં જ એકે રિપોર્ટમાં સૂત્રો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્ન 2 અઠવાડિયાની અંદર એટલે કે આ વર્ષના નવેમ્બર મહિના થશે. સાથે જ રિપોર્ટમાંએ પણ બતાવવામાં આવી રહ્યું છે કે, કપૂર અને ભટ્ટ ફેમિલી આ ગ્રાન્ડ વેડિંગ ફ્રાન્સમાં કરશે. આ રિપોર્ટનું જો માનવામાં આવે તો લગ્નની બધી તૈયારીઓ થઇ ચુકી છે. લગ્ન માટે કેટરર્સ પણ બુક થઇ ગયું છે.
બતાવવામાં આવી રહ્યું છે કે, આલિયા-રણબીરના લગ્ન માટે વિરાટ-અનુષ્કાના લગ્નનું કેટરિંગ એરેન્જ કરનાર શેફ રીતુ ડાલમિયાંની પસંદગી કરવામાં આવી છે. રણબીર અને આલિયાએ તેના વેડિંગ આઉટફીટ માટે સબ્યસાચી સાથે મિટિંગ પણ કરી લીધી છે.
જણાવી દઈએ કે, આલિયા અને રણબીરના લગ્નનું ફેક વેડિંગ કાર્ડ પર 22 જાન્યુઆરી 2020 તારીખ બતાવવામાં આવી રહી હતી. આ કાર્ડમાં લગ્ન જોધપુરના ઉમેદપેલેસમાં થશે તેવું જણાવવામાં આવી રહ્યું હતું. બાદમાં આ કાર્ડ પુરી રીતે ખોટું સાબિત થયું હતું.
જો બીજી તરફ આલિયાને લગ્નને લઈને સવાલ પૂછવામાં આવ્યો હતો યારે તેને હસીને જવાબ આપવાનું ટાળ્યું હતું. પરંતુ હાલ સધી આલિયા-રણબીરના પરિવાર તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી. જણાવી દઈએ કે, દીપિકા-રણવીર અને અનુષ્કા -વિરાટની જેમ આલિયા-રણબીરના લગ્નની તસવીરો અચાનક જોવા મળે તો નવાઈ નહીં.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.