મનોરંજન

રામાયણમાં રામનું પાત્ર નિભાવનાર અભિનેતાના બાળકો આજે શું કરી રહ્યા છે ? અભિનેતાએ જણાવ્યું પોતાનું દુઃખ

લોકડાઉન કારણે ટીવી ઉપર રામાયણનું પુનઃ પ્રસારણ શરૂ થયું, અને દર્શકો તેને ફરી એકવાર નિહાળવાનો લ્હાવો મળી ગયો, જે લોકોએ પહેલા પણ નિહાળ્યું હતું, અને જે પેઠી જેને રામાયણની માત્ર વાત જ સાંભળી હતી તેમને પણ હવે રામાયણને પ્રત્યક્ષ ટીવી ઉપર નિહાળ્યું, રામાયણના પ્રસારણ શરૂ થવાની સાથે જ રામાયણ સાથે જોડાયેલા અભિનેતાઓના જીવન વિશે પણ જાણવા મળ્યું.

Image Source

રામાયણમાં સૌથી મુખ્ય પાત્ર હતું રામનું, આપણે સૌ જાણીએ છીએ કે આ અભિનય અભિનેતા અરુણ ગોવિલે કર્યો હતો.તેમના જીવન વિષે પણ સોશિયલ મીડિયામાં ઘણી નવી વાતો જાણવા મળી, ઘણી વાતો આપણે પણ તેમના જીવન વિશે જાણવા માંગતા હોઈએ છીએ.

Image Source

અરુણ ગોવિલ હવે સોશિયલ મીડિયામાં પણ એક્ટવી રહેવા લાગ્યા છે હમણાં જ તેમને ટ્વીટર ઉપર પોતના પરિવાર વિશે જણાવ્યું હતું, સાથે તેમને સરકાર દ્વારા કોઈ એવોર્ડ હજુ સુધી મળ્યો નથી તેની પણ વાત કરી હતી.

અરુણ ગોવિલના લગ્ન અભિનેત્રી શ્રીલેખા ગોવિલ સાથે થઇ હતી, લગ્નબાદ તેમને એક દીકરો અમલ અને એક દીકરી સોનિકા છે, પોતાના બાળકો વિશે જણાવતા અરુણ ગોવેલે જ કહ્યું હતું કે “મારો દીકરો કોર્પોરેટ બેંકર છે અને તે મુંબઈમાં છે, અને તે અમારી સાથે જ રહે છે, તેના બે બાળકો પણ છે.”

તો પોતાની દીકરી વિશે જણાવતા અરુણ ગોવીલે કહ્યું હતું: “દીકરી આમારી ભણવાની શોખીન છે, લંડનથી તેને માસ્ટર કર્યું છે, હવે તે બોસ્ટન ચાલી ગઈ છે, ફરીવાર માસ્ટર કરવા માટે.”

અરુણ ગોવિલે પોતાને એવોર્ડ ના મળવા ઉપર પણ જણાવ્યું હતું કે: “ભલે કોઈપણ રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર, મને આજસુધી કોઈ સરકાર તરફથી સન્માન નથી આપવામાં આવ્યું, હું ઉત્તર પ્રદેશથી છું પણ આજ સુધી એ સરકાર તરફથી મને કોઈ સન્માન આપવામાં નથી આવ્યું, અને ત્યાં સુધી કે હું 50 વર્ષથી મુંબઈમાં રહું છું, પરંતુ મહારાષ્ટ્ર સરકારે પણ મારું સન્માન નથી કર્યું.”

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.