મનોરંજન

હનુમાનથી લઈને સુગ્રીવ અને વિભીષણ સુધી આ 7 સિતારાઓ દુનિયાને અલવિદા કહી ચુક્યા છે

દેશભરમાં 21 દિવસનું લોકડાઉન જાહેર થયું એની સાથે જ સૌથી સફળ ધારાવાહિક રામાયણનું પણ પ્રસારણ દૂરદર્શન ઉપર થવા લાગ્યું, જયારે રામાયણની શરૂઆત થઇ હતી તેના કરતા પણ આજના સમયમાં રામાયણને જોનારાઓની સંખ્યા વધી ગઈ છે. ત્યારે રામાયણમાં અલગ અલગ પાત્રોમાં જોવા મળતાં અભિનેતાઓ વિષે પણ આપણને જાણવાની ઈચ્છા થાય છે. આજે અમે તમને રામાયણના એ અભિનેતા અને અભિનેત્રીઓ વિશે જણાવીશું જે હંમેશને માટે દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા છે, અને આજે તેમને માત્ર ટીવીમાં જ આપણે જોઈ શકીએ છીએ.

Image Source

થોડા સમય પહેલા જ રામાયણમાં સુગ્રીવનો અભિનય કરનારા અભિનેતા શ્યામ સુંદર દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા હતા, રામનો અભિનય કરનારા અરુણ ગોવિલે પણ પોતાનું દુઃખ વ્યક્ત કરતા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી.

Image Source

રામાયણમાં હનુમાનનો અભિનય કરનાર અભિનેતા દારા સિંહને આખી દુનિયા ઓળખે છે. દારા સિંહ હનુમાન ના અભિનય દ્વારા જ ઘર ઘરમાં પ્રખ્યાત થયા હતા. દારા સિંહ પણ 12 જુલાઈ 2012ના રોજ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા હતા.

Image Source

રામાયણમાં વિભીષણનું પાત્ર ભજવાનાર મુકેશ રાવલનું નિધન 15 નવેમ્બર 2016ના રોજ થયું હતું, તેમનું નિધન એક ટ્રેન અકસ્માતમાં થયું હતું જેના કારણે તેમના ચાહકોમાં ઘણું જ દુઃખ પ્રસરી ગયું હતું. મુકેશ રવેલે રામાયણ સાથે ઘણી જ ગુજરાતી તેમજ હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે.

Image Source

રામાયણમાં બીજું એક પાત્ર જેને સૌનું ધ્યાન ખેંચ્યું હતું એ હતું મંથરાનું, મંથરાનો આભિનય અભિનેત્રી લલિતા પવારે કર્યો હતો, તેમનું નિધન 24 ફેબ્રુઆરી 1988ના રોજ થયું હતું. તેંમને રામાયણ સિવાય પણ ઘણી ફિલ્મોમાં નકારાત્મક અભિનય કરી પોતાની ઓળખ સ્થાપિત કરી હતી.

Image Source

હિન્દીના ઘણા શોમાં જોવા મળેલા અભિનેતા વિજય અરોડાએ રામાયણમાં મેઘનાદ ઇન્દ્રજીતનું પાત્ર નિભાવ્યું હતું, તેઓ પણ 2 ફેબ્રુઆરી 2007ના રોજ દુનિયાને છોડીને ચાલ્યા ગયા હતા.

Image Source

માતા સીતાના પિતા રાજા જનકનો અભિનય કરનાર અભિનેતા મૂલરાજ રાજદા ગુજરાતી ફિલ્મો અને ટીવી સીરિયલના માધ્યમ દ્વારા રામાયણ સુધી પહોંચ્યા હતા. તેમને ના ફક્ત અભિનેતા પરંતુ લેખક અને એક નિર્દેશક પણ હતા. તેમનું નિધન 23 સપ્ટેમ્બર 2012ના રોજ થયું હતું.

Image Source

રામાયણમાં રામની માતા કૌશલ્યાનો અભિનય કરવા વાળી અભિનેત્રી જયશ્રી ગડકર મરાઠી અભિનેતા હતી, જેને કૌશલ્યાના પાત્રમાં જીવ ફૂંકી દીધો હતો પરંતુ તેમનું નિધન પણ 29 ઓગસ્ટ 2008ના રોજ થઇ ગયું હતું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.