ગત વર્ષ 8 ડિસેમ્બરના રોજ હૈદરાબાદ મેગા ફેન્સ એસોશિએશનના પ્રમુખ નૂર મોહમ્મદનું નિધન થયું હતું. નૂર મોહમ્મદ જે રામ ચરણ, ચિરંજીવી અને અલ્લુ અર્જુન જેવા એક્ટરના મોટા ફેન હતા. સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના મોટા-મોટા સેલેબ્સે તેના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
View this post on Instagram
રામ ચરણ અને અલ્લુ અર્જુનને નૂર મોહમ્મદના પરિવારજનો આર્થિક મદદનો વાયદો કર્યો હતો. રામે તેના આ વાયદો પૂરો કર્યો હતો. રામે મોહમ્મદના પરિવારજનોને મળીને તેને 10 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. રામ ચરણે આગળ પણ સપોર્ટ કરવાનું આશ્વાસન આપ્યું હતું.
View this post on Instagram
સોશિયલ મીડ્યમ રામ ચરણની આ તસ્વીર વાયરલ થઇ રહી છે. જણાવી દઈએ કે, ગત 10 ડિસેમ્બરે રામ ચરણને ચેન્નાઇમની એક ઇવેન્ટમાં The People’s Entertainer Par Excellence Award આપવામાં આવ્યો હતો. તેને આ એવોર્ડ તેના સૌથી મોટા ફેન નૂરને ડેડિકેટ કર્યો હતો. રામ ચરણ જયારે સ્ટેજ પર પહોંચ્યા ત્યારે ઈમોશનલ થઇ ગયા હતા.
Mega Powerstar #RamCharan dedicated his award to Late #NoorBhai. pic.twitter.com/mm92NDXLPc
— Vamsi Kaka (@vamsikaka) December 10, 2019
નૂર મોહમ્મદના નિધનની ખબર સાંભળીને આલુ અર્જુન, નાગાર્જુન સહીતના સુપર સ્ટાર પરિવારને સાંત્વના પાઠવવા નૂરના ઘરે પહોંચી ગયા હતા.
રામ ચરણના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે ડાયરેક્ટર એસ.એસ રાજમૌલીની ફિલ્મ ‘આરઆરઆર’માં નજરે આવશે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને અજય દેવગણ જેવા એક્ટર લીડરોલમાં જોવા મળશે.
View this post on Instagram
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.