મનોરંજન

‘તારક મહેતા…’ના દર્શકો માટે આવી ગઈ મોટી ખુશખબરી: આ દિગજ્જ કલાકાર એન્ટ્રી મારશે

ટીવી સિરિયલનો સૌથી કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ હાલમાં જ 12 વર્ષ પુરા કર્યા છે. આ શોએ દર્શકોના મનમાં કંઈક અલગ જ પ્રભાવ પાડયો છે. આ શોમાં વારંવાર અનેક ફેરફાર જોવા મળે છે. તો શોમાં દયા ભાભી તરીકે જાણીતા દિશા વાંકાણી પણ છેલ્લા કેટલાક સમયથી આ શોથી દૂર છે. હાલમાં જ આ સીરિયલને એક દિગ્ગ્જ એક્ટરે જોઈન કરી છે.

Image source

જાણીતો પારિવારિક કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોઈન કરવાની વાતએ રાકેશ બેદીએ કન્ફોર્મ કરી છે. રાકેશ બેદી આ શોમાં તારક મહેતાના બોસનો રોલ નિભાવતા જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Rakesh Bedi (@therakeshbedi) on

મીડિયા રિપોર્ટ અનુસાર, રાકેશ બેદીએ આ રોલ માટેનું શૂટિંગ શરૂ કરી દીધું છે. તે થોડા સમયમાં જ સ્ક્રીન પર જોવા મળશે. રાકેશ બેદીનો આ રોલ થોડા દિવસ માટે જ જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Rakesh Bedi (@therakeshbedi) on

રાકેશ બેદીએ પણ આ અંગેની પૃષ્ટિ કરી હતી. રાકેશ બેદીએ જણાવ્યું હતું કે, હા મે શૉ માટે 14 ઑગસ્ટથી શૂટિંગ શરૂ કરી દીધી છે અને આ મારો આ સીરિયલના સેટ પર પહેલો દિવસ હતો. વધુમાં રાકેશ બેદીએ જણાવ્યું હતું કે, મને 12 વર્ષ પહેલા આ રોલની ઓફર થઇ હતી. ફરી વાર શોનું શૂટિંગ શરૂ થયું ત્યારે મન ફોન આવ્યો હતો. આ સાથે જ કહ્યું હતું કે, આ શોમાં કેટલાક ફેરફાર કરવામાં આવશે.

 

View this post on Instagram

 

A post shared by Rakesh Bedi (@therakeshbedi) on

જણાવી દઈએ કે, રાકેશ બેદીએ કોમેડી શો ભાભીજી ઘર પર હૈ માં અંગૂરી ભાભીના પિતાનો રોલ કરી રહ્યા છે. તેઓએ આ પહેલાં અનેક જાણીતા શોમાં કામ કર્યું છે. તેમાં શ્રીમાન શ્રીમતી, જબાન સંભાલ કે જેવા શો શામેલ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.