ખબર

રંગીલા રાજકોટમાં પ્રોફેસરની ઘરવાળી પાસે મંગાવ્યા બીભત્સ ફોટા, 8-8 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું, મગજ ફેવી નાખે એવી સત્ય ઘટના વાંચો આજે

રાજકોટમાં પરિણીતા પર અરૂણ જોષીનું 8-8 વર્ષ સુધી વારંવાર દુષ્કર્મ આચર્યું, ભોળા પ્રોફેસર પતિને ખબર પણ ન પડી અને છેલ્લે…..

ગુજરાતમાંથી અવાર નવાર દુષ્કર્મના કિસ્સા સામે આવે છે, જેમાં કેટલીકવાર નોકરીની લાલચે તો કેટલીકવાર લગ્નની લાલચે મહિલાઓ કે યુવતિઓ પર દુષ્કર્મ આચરવામાં આવે છે. ત્યારે હાલમાં એક કિસ્સો સામે આવ્યો છે રાજકોટમાંથી. એક નામાંકિત કોલેજમાં ફરજ બજાવતાં પ્રોફેસરની પત્ની સાથે એક હવસખોરે મિત્રતા કેળવી હતી અને તેની પાસેથી કપડ વગરના ફોટો મંગાવી તેના આધારે બ્લેકમેઇલ કરી સતત 8 વર્ષ સુધી બળજબરીથી શરીરસંબંધ બાંધ્યો. ત્યારે હાલમાં છ દિવસ પહેલા જ નરાધમે મહિલાના મોબાઇલ પર મેસેજ કર્યો હતો અને તે મેસેજ મહિલાના પ્રોફેસર પતિએ વાંચી લેતા ભાંડો ફૂટ્યો હતો.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

જે બાદ આ મામલો ગાંધીગ્રામ પોલીસ સુધી પહોંચ્યો હતો. ત્યારે પોલિસે ફરિયાદ બાદ આરોપી હવસખોરની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રાજકોટની 42 વર્ષની મહિલાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી અરૂણનું નામ આપ્યું હતું.પ્રાપ્ત માહિતી અનુસાર મહિલાએ તેની ફરિયાદમાં જણાવ્યું કે, 2003માં તેણે પ્રોફેસર સાથે પ્રેમલગ્ન કર્યા હતા અને તેઓ કોલેજના ક્વાર્ટરમાં રહેતા હતા. આ લગ્નજીવનથી તેને સંતાનમાં એક પુત્ર પણ છે.

ત્યારે પતિની કોલેજમાં પટાવાળા તરીકે નોકરી કરતી મહિલાની પુત્રી સાથે પ્રોફેસરની પત્ની અવારનવાર બહાર ખરીદીમાં જતી અને તેના બોયફ્રેન્ડ અરૂણએ 8 વર્ષ પહેલાં તેના મોબાઇલથી પીડિત મહિલા સાથે વાતચીત શરૂ કરી અને પછી તેની સાથે મિત્રતા કેળવી મોબાઇલ પર વાતચીત કરવા લાગ્યો. યાજ્ઞિક રોડ પર આવેલ મોબાઇલ એક્સપ્રેસમાં અરૂણ નોકરી કરતો હતો. તેણે મહિલાને મળવા માટે ત્યાં બોલાવતાં તે મહિલા તેની ગર્લફ્રેન્ડને લઇને ગઇ અને ત્યારબાદ અરૂણે મહિલા પાસે તેનો કપડા વગરનો ફોટો મગાવ્યો.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

જો કે, મહિલાએ આ વાત ન સ્વીકારતા અરુણે મોબાઇલમાં થયેલી વાતચીતનું રેકોર્ડિંગ તેના પતિને મોકલવાની અને વાયરલ કરી દેવાની ધમકી આપી. જે બાદ મહિલાએ કપડા વગરનો ફોટો અરૂણને મોકલ્યો અને આ ફોટાના આધારે જ અરૂણ પ્રોફેસરની પત્નીને બ્લેકમેઇલ કરતો. જ્યારે પ્રોફેસર ઘરે ના હોય ત્યારે તે ઘરે જતો અને બળજબરી મહિલા સાથે બાંધતો.

આ ઉપરાંત તે ધમકી પણ આપતો કે જો આ કોઇને કહીશ તો ફોટા અને રેકોર્ડિંગ વાયરલ કરી દઇશ. જો કે, અરુણે એક-બે વાર નહિ પણ અવાર નવાર સંબંધ બાંધતો અને આ સિલસિલો 8 વર્ષ સુધી ચાલુ રહ્યો. જ્યારે પ્રોફેસરે કોલેજનું ક્વાર્ટર છોડીને અન્ય સ્થળે રહેવા ગયા તો ત્યાં પણ અરૂણ પહોંચી ગયો અને 150 ફૂટ રિંગ રોડ પર ગાંધીગ્રામમાં ભીમનાથ મંદિર પાછળ આવેલા તેના ઘરે લઇ જઇ પણ મહિલા સાથે સંબંધ બાંધ્યા.

મહિલાએ તેની ફરિયાદમાં આગળ જણાવ્યું કે, છ દિવસ પહેલા તેને અરૂણે મેસેજ કર્યો ત્યારે તે મેસેજ પ્રોફેસર વાંચી જતાં માથાકૂટ થઇ અને મહિલાએ અરૂણ જોશી દ્વારા 8 વર્ષથી ગુજારવામાં આવતા અત્યાચારની વાત કરી. ત્યારે પ્રોફેસરે તેની પત્નીને હિંમત આપતા ફરિયાદ નોંધાવી અને તે બાદ પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધી આરોપી અરૂણને ઝડપી પાડ્યો હતો. એવું પણ સામે આવ્યુ છે કે, આરોપી કેટલાક મહિનાથી તેના મિત્ર સાથે પણ સંબંધ બાંધવાનું કહેતો અને ના કહેતા ધમકાવતો.