ખબર

રાજકોટની મહિલાને પરણિત હોવા છત્તાં કુવારો કહી અવાર નવાર બાંધ્યા સંબંધો અને પછી…

ગુજરાતમાંથી અવાર નવાર મહિલાઓ સાથે અત્યાચાર અને દુષ્કર્મના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર એવું બનતુ હોય છે કે મહિલાઓ કે યુવતિઓને પ્રેમજાળમાં યુવકો ફસાવતા હોય છે અને પછી તેમની સાથે સંબંધ બાંધતા હોય છે. ત્યારે હાલ રાજકોટમાંથી પણ એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક 31 વર્ષની મહિલાને એક યુવકે પોતે પરણિત હોવા છત્તાં પણ કુંવારો જણાવી તેની સાથે અવાર નવાર સંબંધ બાંધ્યા અને તે મહિલાને પોતાની હવસનો શિકાર બનાવી. આરોપીનું નામ ચેતનસિંહ સામે આવ્યુ છે. તે પરણિત છે અને તેણે મહિલાને પોતે કુંવારો હોવાનું કહી સંબંધ બાંધ્યા હતા. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

આ મામલાને ઇને પ્રદ્યુમનનગર પોલિસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. હાલ પોલીસે આરોપી ચેતનસિંહ અને તેના ભાઈ અલ્પેશ વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે અને તેમને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. ફરિયાદીએ જણાવ્યુ કે, તેના છૂટાછેડા થઇ ગયા હતા અને તે બાદથી તે પોતાના માતા-પિતાથી અલગ રહે છે. વર્ષ 2020માં તે સદર બજારમાં પ્રિન્સ એક્વેરીયમ નામની દુકાન ધરાવતા ચેતનસિંહને ત્યાં નોકરી લાગી હતી. તેણે મહિલાને પોતે કુવારો હોવાનું જણાવ્યુ હતુ અને તેને પ્રેમજાળમાં ફસાવી રેસકોર્સ પાર્કમાં ફ્લેટ ભાડે લઈ આપ્યો હતો.

તે અહીં મહિલાની સાથે રહેતો અને  અવારનવાર સંબંધ પણ બાંધતો. ત્યારે આરોપી ચેતનસિંહનાં પરિવારને અફેરની જાણ થતાં ઝઘડા શરૂ થયા હતાં અને તેને કારણે ચેતનસિંહનાં ભાઈ અલ્પેશે ભોગ બનનારને એક દિવસ કહ્યું કે, તેનો ભાઈ પરિણીત છે. આથી તેનો પીછો છોડી દે.આમ કહી ભોગ બનનારને ગાળો આપી જો તેનાં ભાઈ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

આને પગલે આરોપી ચેતનસિંહે ફ્લેટમાં રહેવાનું બંધ કરી દીધુ અને પીડિતાને છોડી દીધી. જે બાદ પોતાની સાથે છેતરાયાનો અહેસાસ થતા તેણે બંને વિરૂદ્ધ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દુષ્કર્મ અને ધમકી આપવા સહિતની કલમ હેઠળ આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે અને તજવીજ હાથ ધરી છે.