ખબર

ઇન્‍સ્‍ટાગ્રામ પર મનદિપસિંહ બનીને બેઠો હતો દુર્ગેશ, પ્રેમજાળમાં યુવતીને ફસાવી બે-બે વર્ષ સુધી રંગરેલિયા…

ગુજરાતમાંથી અવાર નવાર દુષ્કર્મ અને બ્લેકમેઇલિંગના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ઘણા યુવકો યુવતિને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજારતા હોય છે. અમદાવાદ, સુરત વડોદરા અને રાજકોટમાંથી ઘણા આવા કિસ્સાઓ સામે આવતા રહે છે. હાલ આવો જ કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે. રાજકોટમાં એક યુવકે ઇન્સ્ટાગ્રામમાં ખોટું એકાઉન્ટ બનાવી અનાથ યુવતીને લલચાવી ફોસલાવી પ્રેમજાળમાં ફસાવી અને તે બાદ લગ્નની લાલચ આપી બળજબરી પૂર્વક બે વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ અંગે યુવતીએ ક્રાઈમ બ્રાન્ચ પહોંચી હકિકત જણાવતા પોલીસે આ શખસની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાની વિગત જોઇએ તો, રાજકોટ ક્રાઈમ બ્રાંચ ખાતે એક યુવતીએ ફરિયાદ નોંધાવી હતી, જે બાદ ક્રાઈમ બ્રાંચના PIએ મહિલા PSIની હાજરીમાં યુવતીની સમગ્ર હકિકત જાણી તાત્કાલિક ટીમને કાર્યવાહી કરવા સુચના આપી હતી. ક્રાઈમ બ્રાંચની ટીમે રાજકોટમાં જમનાપાર્ક શેરી નં. 10 મોરબી રોડ જકાત નાકા પાસે રહેતા અને કપડાની દુકાનમાં નોકરી કરતા દુર્ગેશ રાઠોડની ધરપકડ કરી હતી. જે મૂળ સુરેન્દ્રનગરના જોરાવરનગરના વણકરવાસના રહેવાસી છે.

પ્રતિકાત્મક તસવીર

આરોપી દુર્ગેશે ઇન્સ્ટાગ્રામમાં ફેક આઇડી બનાવ્યુ હતુ, જેમાં તેણે તેનું નામ મનદિપસિંહ જાડેજા નામ રાખ્યુ હતુ. તેણે રાજકોટમાં રહેતી અને ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી એક અનાથ યુવતીને ફસાવી હતી અને છેલ્લા બે વર્ષથી ખોટી ઓળખ આપી લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યું હતું. પોતાની સાથે છેતરપિંડી થયાની જાણ થતા યુવતી સતત ડિપ્રેશનમાં રહેવા લાગી હતી. આ બનાવની હકિકત મહિલા PSIને જણાવ્યા બાદ પીડિત યુવતીને મહિલા પોલીસ મારફતે ફરિયાદ લેવડાવી કાઉન્સિલિંગ કરી પૂરતો સાથ સહકાર આપી ફરિયાદ નોંધાવી હતી.

દુર્ગેશ વારંવાર બળજબરીથી પીડિત યુવતિ સાથે શરીર સબંધ બાંધ્યા હતા. લગ્ન ન થયા હોવા છતાં ભોગ બનનારને તેણે પત્ની તરીકે રાખી હતી. આરોપીની સાચી ઓળખ છતી થતાં માર મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો ગુનો નોંધ્યો છે.