ખબર મનોરંજન

સુપરસ્ટાર રજનીકાંતને હોસ્પિટલમાં ખસેડાયા, કરોડો ચાહકો ચિંતામાં ગરકાવ

સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ભગવાન તરીકે પૂજાતા રજનીકાંતને અચાનક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાછે. રજનીકાંત સાઉથની ફિલ્મની સાથે-સાથે બોલીવુડની ફિલ્મમાં કામ કર્યું છે. રજનીકાંત મનોરંજનની સાથે-સાથે રાજકારણમાં પણ સક્રિય છે.

 

View this post on Instagram

 

A post shared by Rajinikanth (@rajinikanth)

રજનીકાંતને હૈદરાબાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. રજનીકાંતને બીપી વધઘટ થતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. અગાઉ રજનીકાંતનો કોરોનાનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો જે નેગેટિવ આવ્યો હતો. જોકે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા કરોડો ચાહકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

રજનીકાંતે છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં ‘કબાલી’, ‘2.0’ અને ‘કાલા’ જેવી સુપરહિટ ફિલ્મો આપી હતી. સુપરસ્ટાર રજનીકાંત રાજકારણમાં પ્રવેશ કરવા જઇ રહ્યા છે. તેમણે એક ટ્વિટમાં કહ્યું કે તેઓ 31 ડિસેમ્બરે તેમના રાજકીય પક્ષની જાહેરાત કરવા જઇ રહ્યા છે.