ખબર

કોરોનાના મહામારી વચ્ચે ભારતીય ક્રિકેટ જગત પર તૂટ્યું આભ, આ દિગ્ગજ ક્રિકેટરે દુનિયા છોડી દીધી ચાહકો આઘાતમાં

લાગી રહ્યું  છે કે, 2020નું વર્ષ ખરાબ સાબિત થઇ રહ્યું છે. 2020માં કોરોના જેવી  મહામારી સામે લડી રહ્યા છીએ. તો બીજી તરફ દિગ્ગ્જ કલાકરો અને ક્રિકેટર આ દુનિયાને અલવિદા કહી રહ્યા છે.

ક્રિકેટના દિગ્ગજ સ્પિનર ​​રાજીંદર ગોયલનું ઉમર સંબંધિત બિમારીઓને કારણે રવિવારે અવસાન થયું હતું. તે 77 વર્ષનો હતો.  ​​રાજીંદર તેના પત્ની અને પુત્ર નીતિન ગોયલને વિલાપ કરતા છોડી ગયા છે.  જે પોતે પ્રથમ શ્રેણીના ક્રિકેટર અને ઘરેલું મેચ માટે મેચ રેફરી રહી ચુક્યા  છે.

Image Source

તેઓ પટિયાલા, પંજાબ અને દિલ્હીથી પણ રમ્યા હતા. આ ડાબોડી સ્પિનર ​​તે સમય દરમિયાન રમતો હતો, જયારે બિશનસિંહ બેદી ભારતીય ટીમનો મહત્વનો ભાગ બન્યા હતા તેથી તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાનો મોકો મળ્યો ન હતો. આ અંગે તેમણે કહ્યું કે મારો જન્મ ખોટા યુગમાં થયો હતો, ગોયલે હરિયાણા અને નોર્થ ઝોન તરફથી પ્રથમ વર્ગ ક્રિકેટમાં 157 મેચોમાં 750 વિકેટ લીધી હતી.

Image Source

તે બેદી જ હતા જેમણે રાજીંદર ગોયલને બીસીસીઆઈ એવોર્ડ સમારોહમાં સી.કે. નાયડુ આજીવન સિદ્ધિ એવોર્ડ આપ્યો. તેણે 44 વર્ષ સુધી પ્રથમ શ્રેણી ક્રિકેટ રમ્યા હતા. સુનિલ ગાવસ્કરે તેમની પુસ્તક ‘આઇડલ્સમાં જે ખેલાડીઓને સામેલ કર્યા હતા તેમે ગોયલનો પણ સમાવેશ થયો હતો.

Image Source

રણજી ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ રાજિંદર ગોયલના નામે છે. 1958-59,1984 -85 દરમિયાન તેણે આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં કુલ 637 વિકેટ લીધી હતી. એસ. વેંકટરાઘવન 531 વિકેટ સાથે બીજા ક્રમે છે. હજી સુધી કોઈ અન્ય બીજા બોલર 600+ વિકેટ લઈ શક્યો નથી.

Image Source

તેમણે રણજીની એક સીઝનમાં 15 વખત 25+ વિકેટ લીધી હતી. હરિયાણાના રાજીન્દરે 157 મેચમાં 750 વિકેટ લીધી હતી. એક ઇનિંગ્સમાં 55 રન આપીને 8 વિકેટ તેમની શ્રેષ્ઠ ઇનિંગ્સમાં હતી. તેણે 59 વખત 5 વિકેટ અને 18 વખત 10 વિકેટ ઝડપી હતી. તેણે 1037 રન પણ બનાવ્યા હતા.

ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) ના ભૂતપૂર્વ અધ્યક્ષ રણબીર સિંહ મહેન્દ્રએ દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે, ક્રિકેટની રમતમાં અને વ્યક્તિગત રીતે મારું આ એક મોટું નુકસાન છે. તે આ દેશના શ્રેષ્ઠ ડાબોડી સ્પિનરોમાંનો એક હતા. નિવૃત્તિ લીધા પછી પણ, તેણે આ રમતમાં ખુબ જ મોટું યોગદાન આપ્યું. બીસીસીઆઈ સિવાય ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

બોર્ડ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું કે, અમે સ્થાનિક ક્રિકેટનો દિગ્ગજ ખેલાડી ગુમાવ્યો છે. તેનો રેકોર્ડ બતાવે છે કે તે કેટલો મહાન બોલર હતો. તેણે 25 વર્ષથી વધુ સમય સુધી ક્રિકેટ રમ્યા છે. આ બતાવે છે કે રમત પ્રત્યેનું તેનું સમર્પણ કેટલું હતું. ”

ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ ટ્વિટ કર્યું છે, ‘મહાન બોલર જે હંમેશા સચોટ લાઇન અને લેન્થથી દરેક બેટ્સમેનોને મુશ્કેલીમાં મુક્યા છે. આ દુઃખની ઘડીમાં તેના પરિવારને દિલાસો પઢવું છું.’

વીરેન્દ્ર સેહવાગે પણ ટ્વીટ કર્યું હતું કે, ખૂબ જ નમ્ર વ્યક્તિ, 750 પ્રથમ શ્રેણી ક્રિકેટ માટે, પરંતુ ભારત માટે ક્યારેય રમ્યા નથી. તેમને નમ્ર શ્રદ્ધાંજલિ.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.