મનોરંજન

શાહિદ કપૂરના સાવકા પિતા 52 વર્ષની ઉંમરે ફરીથી બન્યા પિતા, પત્ની વંદનાએ આપ્યો દીકરાને જન્મ- જુઓ તસ્વીરો

અભિનેતા શાહિદ કપૂરના સાવકા ભાઈ અને બોલીવુડમાં ફિલ્મ ‘ધડક’ સાથે ડેબ્યુ કરનારા અભિનેતા ઈશાન ખટ્ટરના પિતા રાજેશ ખટ્ટરના ઘરે એક નવા મહેમાન પધાર્યા છે. ઇશાનના પિતા રાજેશ ખટ્ટર અને તેની ત્રીજી પત્ની વંદના સજનાની આઈવીએફ ટેક્નિક દ્વારા માતા-પિતા બન્યા છે. રાજેશે ઈશાનની માં નીલિમા અજીમથી છૂટાછેડા લઈને 11 વર્ષ પહેલા વંદના સંજનાની સાથે લગ્ન કર્યા હતા એવામાં આ જોડી પહેલી વાર માતા-પિતા બની છે.

Image Source

વંદનાએ ક્યૂટ દીકરાનો જન્મ આપ્યો છે. એવામાં ઈશાન ખટ્ટર મોટાભાઈ બની ગયા છે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દરેક કોઈ ઇશાનને ફોન કરીને ભાઈ બનવાની ખુશીમાં શુભકામનાઓ આપી રહ્યા છે.

Image Source

રાજેશ ખટ્ટર 52 વર્ષની ઉંમરે બીજી વાર પિતા બન્યા છે. રાજેશ અને વંદનાએ માં-બાપ બનવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. બંન્નેની માતા-પિતા બનવાની આ 10 મી કોશિશ હતી.

Image Source

રિપોર્ટના આધારે તેઓએ પોતાના દીકરાનું નામ ‘વનરાજ કૃષ્ણા’ રાખ્યું છે. તેઓએ જણાવ્યું કે એટલા વર્ષ સુધી કોશિશ કરવા છતાં પણ તેઓ માતા-પિતા બની રહયા ન હતા જેના પછી તેઓએ આઇવીએફ ટેક્નિકની મદદ લીધી જેના પછી જાણ થઇ વંદના ટ્વીન્સ બાળકો સાથે ગર્ભવતી છે પણ દુર્ભાગ્યવશ એક બાળક ગર્ભમાં જ મૃત્યુ પામ્યો અને તેના પછી બીજા બાળકને બચાવવા માટે તરત જ સર્જરી કરાવવી પડી હતી, આવી રીતે વનરાજ ખુબ મુશ્કિલથી તેઓના ખોળામાં આવ્યો છે.

Image Sourceજન્માષ્ટમીના ખાસ અવસર પર રાજેશ અને વંદના પોતાના દીકરાને ઘરે લઈને આવ્યા હતા. ત્રણ મહિના પહેલા જ વંદનાએ વનરાજને જન્મ આપી દીધો હતો પણ ત્યારથી લઈને અત્યાર સુધી તે હોસ્પિટલમાં જ રહી હતી. રાજેશ કહે છે કે,”પિતા બનવું આ વખતે સહેલું ન હતું પણ અમે આ નવા અનુભવથી ખુબ જ ખુશ છીએ”.

Image Source

ત્રણ મહિના પહેલા જ જન્મ લઇ લેવાને લિધે વનરાજ ખુબ જ કમજોર અને બીમાર હતો જેને લીધે તેને હોસ્પિટલમાં જ રાખવો પડ્યો હતો. તેઓએ કહ્યું કે 11 વર્ષ પછી આવેલી આ ખુશખબરને લીધે અમારો પરિવાર ખુબ જ ખુશ છે.
જણાવી દઈએ કે રાજેશ ખટ્ટર શાહિદ કપૂરના સાવકા પિતા અને ઈશાન ખટ્ટરના વાસ્તવ પિતા છે.

Image Source

શાહિદ કપૂરની માં નિલીમાએ પહેલા લગ્ન પંકજ કપૂર સાથે કર્યા હતા અને બીજા લગ્ન રાજેશ ખટ્ટર સાથે કર્યા હતા. નીલિમા અને રાજેશ ના છૂટાછેડા 18 વર્ષ પહેલા જ થઇ ગયા હતા અને તેના પછી રાજેશે 11 વર્ષ પહેલા વંદના સજનાની સાથે લગ્ન કર્યા હતા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks