હાલ સમગ્ર દેશમાં લોકડાઉન ત્રીજા તબક્કામાં ચાલી રહ્યું છે. ત્રીજા તબક્કાને પૂર્ણ થવા ગણતરીના દિવસો જ બાકી છે. આ વચ્ચે સમાચાર આવ્યા છે.

રેલવે મંત્રાલય મર્યાદિત સંખ્યામાં ટ્રેનોનું સંચાલન શરૂ કરવાની યોજના પર કામ કરી રહ્યું છે. 12 મેથી 15 જોડી ટ્રેનો દોડાવવામાં આવશે. 12 મેથી 15 જોડી ટ્રેનો દોડાવવામાં આવશે. જે પાછળથી વધારવામાં આવશે. આ દરેક ટ્રેનમાં એસી કોચ જોડવામાં આવશે અને સ્ટોપ પણ મર્યાદિત રહેશે. આ ટ્રેનોમાં પ્રવાસ કરવા માટે રાજધાની જેટલું ભાડું ચૂકવવું પડશે. અત્યારે 22 માર્ચથી ટ્રેનનું પરિવહન લોકડાઉનના કારણે બંધ છે. 11 મેના રોજ એટલે કે આજે સાંજે 4 વાગ્યાથી આ ટ્રેનોનું બુકિંગ શરૂ થશે. રેલવે પ્રધાન પિયુષ ગોયલે જાતે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે
Railways plans to gradually restart passenger train operations from 12th May, 2020, initially with 15 pairs of special trains connecting New Delhi with major stations across India. Booking in these trains will start at 4 pm on 11th May.https://t.co/DW9I1sPRx6
— Piyush Goyal (@PiyushGoyal) May 10, 2020
આ પેસેન્જર ટ્રેન નવી દિલ્હીથી અમદાવાદ, દિબ્રૂગઢ, અગરતલા, હાવડા, પટના, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિકંદરાબાદ, બેંગલુરૂ, ચેન્નઇ, તિરુઅનંતપુરમ, મડગાંવ, મુંબઇ સેન્ટ્રલ અને જમ્મુ તાવી માટે ચલાવવામા આવશે.

આ બાબતનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે.
રેલવે સ્ટેશનો પર ટિકિટ બુકિંગ કાઉન્ટર બંધ રહેશે. પ્લેટફોર્મ ટિકિટ, કાઉન્ટર ટિકિટ આપવામાં નહીં આવે.
પ્રવાસ દરમિયાન ફેસ કવર કરવો જરૂરી છે. ડિપાર્ચર વખતે સ્ક્રિનીંગ થશે.
માત્ર એ પ્રવાસીઓને મંજૂરી મળશે જેમાં સંક્રમણના લક્ષણો ન હોય.
માત્ર એ પ્રવાસીઓને સ્ટેશન પર આવવાની મંજૂરી મળશે જેમની ટિકિટ કન્ફર્મ છે.
મુસાફરોએ પણ ટ્રેનમાં સામાજિક અંતરની વિશેષ કાળજી લેવી પડશે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.