પોતાનાથી 17 વર્ષ નાની બ્યુટીફૂલ અભિનેત્રી સાથે થઇ ગયો પ્રેમ, જુઓ તસવીરો
બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણા એવા સ્ટાર છે જે તેના એજ ગેપને લઈને ચર્ચામાં રહે છે. જેમાં સૈફ અલીખાન-કરીના કપૂર, આમિર ખાન-કિરણ રાવ, અર્જુન કપૂર-મલાઈકા અરોરા, મિલિન્દ સોમન-અંકિતા શામેલ છે. આ સિતારાઓ તેના એજ ગેપને માનતા નથી અને તેની ખુલ્લીને તેની વાત રાખે છે. આ લિસ્ટમાં વધુ એક કપલ છે.જેનું નામ રાહુલ દેવ-મુઘ્ધા ગોડસે. બંને છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંને વચ્ચે લગભગ 14 વર્ષનું અંતર છે.
View this post on Instagram
રાહુલે એજગેપને લઈને વાત કરી હતી. પ્રો મ્યુઝિક કાઉન્ટડાઉન સાથેના ઇન્ટરવ્યૂમાં રાહૂલદેવે જણાવ્યું હતું કે, અમારી વચ્ચે 14 વર્ષનું અંતર છે, શરૂઆતમાં મને થોડી પરેશાની થઇ હતી. પરંતુ બાદમાં મને અહેસાસ થયો હતો કે, મારા માતા-પિતા વચ્ચે 10 વર્ષનું અંતર હતું. ત્યારે જોવા જઈએ તો આ અંતર બહુ મોટું નથી. આમ તો મારુ માનવું છું કે જ્યાં સુધી તમે ખુશ છો ત્યાં સુધી ગેપનો કોઈ અંદાજ નથી.
View this post on Instagram
રાહુલે વધુમાં ખુલાસો હતો કે, આ પહેલી નજરનો પ્રેમ નથી. બંને એક મિત્રના લગ્નમાં મળ્યા હતા બાદમાં બંને મિત્ર બની ગયા હતા. મિત્રના લગ્નમાં બધા કામ દરમિયાન અમે સાથે જ જોવા મળ્યા હતા. આ બાદ અમે એકબીજાને મળવાનું શરુ કર્યું હતું. આ પછી બંને વચ્ચે નિકટતા વધતી ગઈ અને બંને પ્રેમમાં પડ્યાં. હું એક વાત ચોક્કસથી કહી શકું છું કે હું ભાગ્યશાળી છું. જણાવી દઈએ કે, રાહુલે રીના સાથે લગ્ન કર્યાં હતાં પરંતુ તેમનું 2009 માં કેન્સરને કારણે મૃત્યુ થયું હતું.
જણાવી દઈએ કે, રાહુલ એક બાળકનો પિતા છે. તેની પહેલી પત્ની આ દુનિયામાં નથી. જ્યારે રાહુલની પત્નીનું 2009માં કેન્સરથી મૃત્યુ થયું, ત્યારે તેઓ માનતા હતા કે તેમના જીવનમાં પત્ની રીનાની જગ્યા કોઈ લઈ શકશે નહીં. પુત્ર સિદ્ધાર્થને તેની માતા અને પિતા બંનેને પ્રેમ આપનારા રાહુલને ક્યારેય વિચાર્યું નહીં કે ફરી પ્રેમમાં પડશે.
View this post on Instagram
રાહુલના પ્રોફેશનલ ફ્રન્ટની વાત કરીએ તો તેણે 2017 માં રિલીઝ થયેલી મુબારકા ફિલ્મમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં અનિલ કપૂર, અર્જુન કપૂર, ઇલિયાના ડિક્રુઝ અને આથિયા શેટ્ટી જેવા સ્ટાર્સ હતા. ફિલ્મનું દિગ્દર્શન અનીસ બઝમીએ કર્યું હતું.તો મુગ્ધા ગોડસેએ ફિલ્મ ‘શર્મા જી કી લગ ગઈ’ માં કામ કર્યું હતું. આ ફિલ્મ 2019માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં શરમન જોશી, વિક્રમ સિંહ, બિદિતા બેગ, મહી સોની, ઝરીના વહાબ અને શિશિર શર્મા અભિનિત હતાં.