ખબર

પ્રખ્યાત સાહિત્યકાર રઘુવીર ચૌધરીના ધર્મપત્નીનું કોરોના વાયરસના કારણે થયું નિધન, સાહિત્ય જગતમાં વ્યાપ્યો શોક

કોરોના વાયરસના કારણે લાખો લોકો તેની ચપેટમાં આવી રહ્યા છે અને ઘણા લોકોના જીવ પણ જઈ રહ્યા છે. ત્યારે આજરોજ ગુજરાતી સાહિત્યના જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા શ્રી રઘુવીર ચૌધરીના ધર્મપત્નીનું કોરોના વાયરસના કારણે નિધન થયું છે.

Image Source

રઘુવીર ચૌધરીના ધર્મપત્ની પારુલબેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેના બાદ તેમને એપોલો હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા, રઘુવીરભાઈ તેમનો પુત્ર સંજયના ઘરે જ હોમ ક્વોરેન્ટાઇ થયો હતો, પારુબેન આજે સવારે એપોલો હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

Image Source

રધુવીર ચૌધરીના ધર્મપત્ની પારુબેન તેમની સૌથી નિકટના વ્યક્તિ હતા, રઘુવીરભાઈ જયારે પણ કોઈ નવી રચનાનું સર્જન કરતા ત્યારે સૌથી પહેલા તે તેમના ધર્મપત્ની આગળ વ્યક્ત કરતા હતા. પારૂબેનના અવસાનના કારણે રઘુવીરભાઈને એક મોટી ખોટ પડી છે.

પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.