મનોરંજન

ડાયરેક્ટરે કરેલી ઓફર કે ફિલ્મ કરવાની છે તું હીરોને મળી લેજે અને સાથે સુઈ જજે! પછી જે થયું

બૉલીવુડ અભિનેત્રી રાધિકા આપ્ટે ઇન્ડસ્ટ્રીમાં એક જાણીતું નામ બની ગયું છે. પોતાના બોલ્ડ અંદાજ, દમદાર અભિનય, સુંદરતાથી દરેક કોઈનું દિલ જીતનારી રાધિકાએ 7 સપ્ટેમ્બરના રોજ પોતાના 34 માં જન્મદિવસજની ઉજવણી કરી છે. રાધિકા પોતાની ફિલ્મોની સાથે સાથે પોતાના વ્યક્તિગત જીવનને લઈને પણ ચર્ચામાં બનેલી રહે છે.

જો કે સફળતાના આ મુકામ સુધી પહોંચવું રાધીકા માટે સહેલું કામ ન હતું. તેના માટે રાધિકાએ લાંબો સંઘર્ષ કર્યો છે. એવામાં રાધિકાએ ઘણા ઇન્ટરવ્યૂમાં પોતાના કાસ્ટિંગ કાઉચ સાથે જોડાયેલા ખુલાસાઓ કર્યા છે. જેને લીધે રાધિકા ઘણા વિવાદો સાથે ઘેરાયેલી પણ રહી છે.

રાધિકા તે સમયે ખુબ ચર્ચામાં આવી ગઈ હતી, જ્યારે તેણે કાસ્ટિંગ કાઉચનો ખુલાસો કર્યો હતો. રાધિકાએ કહ્યું કે કેવી રીતે એક પ્રોડ્યુસરે તેને હીરોની સાથે સુવા માટેનું કહ્યું હતું અને એક ફિલ્મના પ્રમોશન માટે તેને ફોન પર અશ્લીલ વાતો કરવી પડી હતી.

 

View this post on Instagram

 

🌀 @manasisawant @kritikagill @who_wore_what_when

A post shared by Radhika (@radhikaofficial) on

રાધિકાએ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે,”એકવાર તેને ફોન આવ્યો અને પ્રોડ્યુસરે કહ્યું કે, અમે એક ફિલ્મ કરી રહ્યા છીએ અને હું ઇચ્છુ છું કે તમે હીરોની સાથે મિટિંગ કરો. પણ તમે તેની સાથે સુઈ તો જશો ને”?

રાધિકાએ એક અન્ય ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે,”સેટ પર મારો પહેલો દિવસ હતો અને સાઉથના ફેમસ અભિનેતાએ મારા પગમાં ગુદગુદી કકરવાનું શરૂ કરી દીધું. તેની આવી હરકતથી હું હેરાન જ રહી ગઈ હતી કેમ કે પહેલા અમે ક્યારેય મળ્યા પણ ન હતા. અને મેં તરતજ તેને થપ્પડ મારી દીધી”.

રાધિકાએ વર્ષ 20005 માં શાહિદ કપૂર સાથેની ફિલ્મ ‘વાહ લાઈ હો તો ઐસી’ દ્વારા પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. જો કે તેને સાચી ઓળખ 2011 માં આવેલી ફિલ્મ ‘શોર ઈન દ સીટી’ દ્વારા મળી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી તે ઘણી શાનદાર ફિલ્મો કરી ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by Radhika (@radhikaofficial) on

તેની ફિલ્મોમાં અંધાધુન, લસ્ટ સ્ટોરી, પૈડ મૈન, ફોબિયા, માંઝી, બદલાપૂર જેવી ફિલ્મો શામિલ છે. તેના સિવાય તે નેટફ્લિક્સની ઘણી સિરીઝમાં જોવા મળી છે જેમાં સેક્રેડ ગેમ્સ, ધોલ સૌથી ખાસ છે અને દર્શકોને પણ તેનો આ કિરદાર ખુબ પસંદ આવ્યો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.