લક્ષ્મીની 7 તસવીરોમાં સુંદરતા એવી કે નજરો ફેવિકોલ ની જેમ ચોંટી જશે
સાઉથ ફિલ્મની જાણીતી અભિનેત્રી રાય લક્ષ્મી પોતાના બોલ્ડ અવતારને લીધે ફૈન્સની વચ્ચે ખુબ જ ચર્ચિત છે. રાય લક્ષ્મીની તસ્વીરો સામે આવતા જ ધડાધડ વાઇરલ થઇ જાય છે. એવામાં તાજેતરમાં જ રાય લક્ષ્મીએ પોતાની હોટ અને દમદાર તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
View this post on Instagram
Someone once said to me “I don’t know how you do it “ I told them “I wasn’t given a choice”☺️❤️💪
મૉડલથી અભિનેત્રી બનેલી રાય લક્ષ્મીનો જન્મ 5 મૈં 1988 ના રોજ કર્ણાટક ના બેલગાવીમાં થયો હતો. એક્ટિંગ, મોડેલીગની સાથે સાથેરાય લક્ષ્મી એક સ્ટેજ પરફોર્મર પણ છે. તમિલ અને તેલુગુ ફિલ્મોની સાથે સાથે રાય લક્ષ્મીએ હિંદી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
રાય લક્ષ્મીએ કન્નડ શોર્ટ ફિલ્મ ‘વાલમકી’થી ડેબ્યુ કર્યું હતું, જેમાં તેના અભિનયને ખુબ પસંદ કરવામાં આવ્યું હતું. તેની પહેલી જ ફિલ્મમાં તેના સુંદર અભિનયને જોઈને ડાયરેક્ટર આર.વી.ઉદયકુમારે તેને પોતાની ફિલ્મ ‘કારકા કસાદરા’માં કામ કરવાનો મૌકો આપ્યો હતો.
તે સમયે રાય લક્ષ્મીની ઉંમર માત્ર 17 વર્ષ જ હતી અને આ તેની પહેલી તમિલ ફિલ્મ હતી. રાય લક્ષ્મીને વર્ષ 2005 માં બેસ્ટ ન્યુ ફિમેલ ફેસ માટે એશિયાનેટ એવોર્ડથી સન્માનીત કરવામાં આવી હતી.
View this post on Instagram
It’s not attitude , if I have it daily it’s my personality.☺️🖤💛🖤💛🖤 #morningluvlies ❤️❤️❤️
2005 માં ‘કુંદકે મંડકાકા’ માં કામ કર્યા પછી રાય લક્ષ્મી ઘણી તમિલ ફિલ્મોમાં જોવા મળી ચુકી છે. ધર્મપુરી, નેનજઈ થોડુ, વેલ્લી થિરાઈ, ધામ ધૂમ, મુથરાઈ વામનન, નાન અવનિલાઈ જેવી ફિલ્મોમાં તે જોવા મળી છે.
વર્ષ 2017 માં રાય લક્ષ્મીએ ફિલ્મ ‘જુલી-2’ થી બોલીવુડમાં એન્ટ્રી લીધી હતી. આ સિવાય તે સોનાક્ષી સિંહાની ફિલ્મ ‘અકીરા’ માં પણ જોવા મળી ચુકી છે. લક્ષ્મી એક દમદાર ડાન્સર પણ છે. ફિલ્મોની સાથે સાથે તે ટીવીમાં પણ કામ કરી ચુકી છે, તેનો પહેલો ટીવી શો ‘કંચનમાલા’ જે તેલુગુમાં પ્રસારિત થતો હતો. વર્ષ 2007 માં તેણે મલયાલમ ફિલ્મ રૉક એન રોલ માં પણ કામ કર્યું છે. ફિલ્મને રંજીત બાલકૃષ્ણએ ડાયરેક્ટ કરી હતી. આ સિવાય તે અન્નાન થમ્બી, 2 હરિહર નગર, ઈવિડમ સ્વરાગમનુ અને ચટ્ટમ્બીનડુ જેવી મલયાલમ ફિલ્મો તેની હિટ ફિલ્મોમાંની એક છે.
તાજતેરમાં જ રાય લક્ષ્મીએ બિકીની પહેરીને તસ્વીર શેર કરી છે, તસ્વીરને શેર કરતા કૈપ્શનમા લખ્યું કે,”આવા ફિગર માટે મારે ખુબ મહેનત કરવી પડી હતી અને મને હવે યાદ નથી કે હું પેહાલા કેવી દેખાતી હતી. કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પણ પડે છે. મને મારામાં આવા બદલાવનો ખુબ જ આનંદ છે”.
તસ્વીરમાં રાય લક્ષ્મીએ બ્લુ કલરની બિકીની પહેરી રાખી છે. રાય લક્ષ્મીના આવા અવતારને ફૈન્સ ખુબ જ પસંદ કરી રહ્યા છે. તસ્વીરમાં તેના ફિગરને જોઈને એ અંદાજો લગાવી શકાય છે કે રાય લક્ષ્મીએ ખુબ મહેનત કરી છે.