ખેલ જગત

IPL 2021: દિલ્હી કેપિટલ્સના સ્ટાર બોલરે આર અશ્વિને છોડી IPL, જાણો કારણ

કોરોના વાયરસની બીજી લહેર સાથે આખો દેશ લડી રહ્યો છે. દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. હૉસ્પિટલો દર્દીઓથી ભરાઇ રહી છે. દરેક વ્યક્તિ દવા, બેડ, ઑક્સીજન મેળવવા માટે પ્રયાસ કરી રહી છે. મોટાભાગના રાજ્યોમાં પૂર્ણ કે આંશિક લૉકડાઉન કે પછી કોઈને કોઈ પ્રતિબંધ છે. આ દરમિયાન કોરોનાને કારણે દિલ્હી કેપિટલ્સનો સ્ટાર બોલર આર અશ્વિન IPL 2021થી હટી ગયો છે.

સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ સુપર ઓવરમાં જીત મેળવ્યા પછી આર અશ્વિને આ ટ્વીટ કર્યું. દિલ્હી કેપિટલ્સે હવે પોતાની બીજી મેચ 27 એપ્રિલના રોજ રોયલ ચેલેંજર્સ બેંગ્લોર વિરુદ્ધ રમવાની છે અને ટિમ અશ્વિન વગર મેદાનમાં ઉતરશે. હૈદરાબાદ પર જીત નોંધાવી દિલ્હી કેપિટલ્સ પોઇન્ટ ટેબલમાં બીજા નંબર પર છે.

અશ્વિને ટ્વીટર પર લખ્યું કે હું કાલથી એટલે કે મંગળવારથી આ વર્ષે આઇપીએલથી બ્રેક લઇ રહ્યો છું. મારો પરિવાર કોવિડ-19 સામે લડી રહ્યો છું અને હું મુશ્કેલ સમયમાં એમની સાથે રહેવા માંગુ છું. જો બધું યોગ્ય રહ્યું તો ફરી આવવાની આશા રાખું છું.