જીવનશૈલી

આ દેશની રાણી લઇ રહી છે મિલિટ્રી ટ્રેનિંગ, તસ્વીરો થઇ રહી છે વાયરલ, જાણો કોણ છે તે

દરેક કોઈના અલગ અલગ સપનાઓ હોય છે કે પોતાને શું બનવું છે. જેમ કે કોઈ ડોક્ટર તો કોઈ એન્જીનિયર કે પછી ભારતીય સેનામાં જોડાઈને દેશની સેવા કરવા માગતા હોય છે. એવામાં હાલમાં જ એ વાત સામે આવી છે કે બેલ્જીયમની રાની એલિજાબેથે મિલિટ્રી ટ્રેનિંગ લીધી છે.

Image Source

જો કે ઘણા લોકો મિલિટ્રીમાં જોડાવા માટે ટ્રેનિંગ લેતા હોય છે પણ એક ખ્યાતનામ દેશની રાની મિલિટ્રી ટ્રેનિંગ લે એ થોડું અવિશ્વસનીય અને હેરાન કરી દેનારું લાગે છે.

Image Source

18 વર્ષની બેલ્જીયમની રાની એલિજાબેથે તાજેતરમાં જ કહ્યું કે તેમણે Butgenbach માં સ્થિત એલિસનબોર્ન આર્મી કૈંમ્પથી મિલિટ્રીની ટ્રેનિંગ લીધી છે. એલિજાબેથના આવા ખુલાસા પર હાલના દિવસોમાં તેની ખુબ ચર્ચા થઇ રહી છે.

Image Source

એલિજાબેથની ટ્રેનિંગ દરમિયાનની તસ્વીરો પણ સામે આવી છે. જેમાં તે ગન ચલાવતી, રનિંગ રહેલી દેખાઈ રહી છે. જ્યારે એક તસ્વીરમાં તે મેષમાં ભોજન કરી રહેલી અને બીજી તસ્વીરમાં તે અન્ય સહકર્મીઓ સાથે મળીને સાફ સફાઈ કરતી પણ જોવા મળી છે.

Image Source

શાહી પરિવારની દીકરી એલિજાબેથ દેશની રક્ષા અને સન્માન માટે તેમજ લોકોને દેશ પ્રત્યે જાગરૂક કરવા માટે પોતે જ આર્મી ટ્રેનિંગમાં જોડાઈ ગઈ અને દેશ માટે પ્રેરણાત્મક બની ગઈ અને એકે અનોખી મિસાલ કાયમ કરી. તસ્વીરો પરથી એલિજાબેથનો દેશ પ્રત્યેનો જુસ્સો અને લગાવ સ્પશ દખાઈ રહ્યા છે.

Image Source

જણાવી દઈએ કે એલિજાબેથ આ શાહી પરિવારની પહેલી એવી મહિલા છે કે જેણે આર્મી કૈમ્પ દ્વારા ટ્રેનિંગ લેવાનું નક્કી કર્યું હતું. આ કૈમ્પમાં દરેક વર્ષે 150 જેટલા વિદ્યાર્થીઓ ટ્રેનિંગ માટે આવે છે. જેમાં વિદ્યાર્થીઓને આર્મી, એરફોર્સ, નેવી અને મેડિકલ બ્રાન્ચ માટેની તાલીમ આપીને તૈયાર કરવામાં આવે છે.

Image Source

અમુક મહિનાઓ પહેલા જ બેલ્જીયમ રોયલ પેલેસ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો કે એલિજાબેથ અમુક સમય પછી મિલિટ્રી ટ્રેનિંગ લેશે. એલિજાબેથે આ કૈમ્પ 15 સપ્ટેમ્બરથી જોઈન કર્યું હતું. મળેલી રિપોર્ટના આધારે એલિજાબેથના પિતા King Philippe એ પણ વર્ષ 1978 થી 1981 ના સમય દરમિયાન આ જ કૈમ્પ માંથી ટ્રેનિંગ લીધી હતી.

Image Source

દેશની રાની હોવા છતાં પણ એલિજાબેથે સામાન્ય મહિલાની જેમ મિલિટ્રી ટ્રેનિંગ લઈને પોતાના દેશનું સન્માન વધાર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Crown Princess Elisabeth (@elisabeth.of.belgium) on