અજબગજબ

પુણેના આ બે આર્કિટેક્ટ બનાવી રહ્યા છે સિમેન્ટ વિનાના ઘર, જેમાં AC પંખાની નથી પડતી જરુર

પુણેના બે આર્કિટેક્ટ ધ્રુવાંગ અને પ્રિયંકા એટલી જોરદાર રીતે ઘર બનાવે છે કે જેનાથી તમારો ઘર ખર્ચ પણ બચે છે અને કુદરતને પણ નજીક લઇ આવે છે. ધ્રુવાંગ હિંગમિરે અને પ્રિયંકા ગુંજિકર એવા ઘર બનાવે છે કે જેની દિવાલો અને છત મજબૂત કરવા માટે ન સિમેન્ટની જરૂર પાડે છે કે ન તો ઘરમાં ઠંડક બનાવી રાખવા માટે પંખા કે એસીની જરૂર પડે છે.

આ પ્રકારના ઘરો બનાવવાના પ્રયોગની શરૂઆત મુંબઈ અને પુણેથી થઇ, ધ્રુવાંગે કામશેત શહેરના થોરન ગામમાં એક ઘર બનાવ્યું. એ માટે તેઓએ પહેલા આ વિસ્તારનો અભ્યાસ કર્યો, જેથી ત્યાંના વાતાવરણ વિશે જાણી શકાય. ધ્રુવાંગ અને પ્રિયંકાએ સિમેન્ટને બદલે માટીથી બનતા ઘર બનાવવાની શરૂઆત કરી, જેમાં ઠંડક માટે એસી કે પંખાની જરૂર પડતી નથી.

Image Source

ધ્રુવાંગ જણાવે છે કે તેમને કામશેતમાં એક ઘર બનાવ્યું જેમાં તેમને પથ્થર, ઈંટ અને સિમેન્ટની જગ્યાએ માટીના ગારાનો ઉપયોગ કર્યો. છત બનાવવા માટે તેમને એન નામના લાકડાનો ઉપયોગ કર્યો. કામશેતના આ ઘરમાં સિમેન્ટને બદલે ચૂનાના પ્લાસ્ટરનો ઉપયોગ કર્યો. સિમેન્ટ પર્યાવરણ માટે સારી નથી હોતો. જયારે ચૂનો સંપૂર્ણ રીતે રિસાયકલ થઇ જાય છે અને વધુ થર્મલ ઇન્સ્યુલેશન વેલ્યુ રાખે છે. ઉનાળામાં ચૂનો ઠંડક કરે છે અને શિયાળામાં ઘરને ગરમ રાખવામાં મદદ કરે છે. પથ્થર અને ઈંટો સાથે ચૂનો અને માટીના મિશ્રણથી બનેલી ઇમારતમાં હવાના આવરા-જાવરાની સંભાવના બની રહે છે. પણ જો તમે સિમેન્ટનો ઉપયોગ કરો છો તો ઘરની દીવાલમાંથી હવા આર-પાર થવી અશક્ય છે અને એ જ કારણ છે કે સિમેન્ટના ઘરો વધુ ગરમ થઇ જાય છે.

આ પ્રોજેક્ટ પૂરો થયા બાદ તેમને બનાવેલા આ ઘરનું નિરીક્ષણ કર્યું તો જાણવા મળ્યું કે બહારનું તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ હતું, પણ ઘરની અંદરનું તાપમાન 25 ડિગ્રી જ હતું. એટલે તમને એસીની જરૂર પણ નથી પડતી. આ પ્રોજેક્ટ બે વર્ષ ચાલ્યો. પરંતુ એક સમસ્યા એ હતી કે અહીંના મજૂર કોઈ મિસ્ત્રી કે કડિયા ન હતા પણ સામાન્ય ખેડૂત હતા. અને તેઓ વાવણી કરવાની સીઝનમાં પોતાના ખેતરમાં જતા રહેતા હતા. એમ તો આ ઘરની નિર્માણ ચાર મહિનામાં જ થઇ જતે, પણ ફરી આની બધી જ ફિનિશિંગનું કામ ખતમ કરીને બધી જ રીતે તૈયાર થવામાં બીજા ચાર-પાંચ મહિના લાગી જાય છે.

Image Source

પુણેમાં જન્મેલા ધ્રુવાંગે મુંબઈની રચના સંસદ એકેડેમી ઓફ આર્કિટેક્ચરથી અભ્યાસ કર્યો હતો અને અહીં જ તેની મુલાકાત પ્રિયંકા સાથે થઇ હતી. કોલેજમાં, તેઓ બ્રિટીશ મૂળના વરિષ્ઠ ભારતીય આર્કિટેક્ટ માલકસિંહ ગિલથી ખૂબ પ્રભાવિત હતા. માલકસિંહ પર્યાવરણ પ્રેમી અને સંસ્કૃતિ પ્રત્યે એક સંવેદનશીલ આર્કિટેક્ટ હતા. તેમણે આજે જે રસ્તો પસંદ કર્યો છે તે માલકસિંહથી જ પ્રેરિત છે. પ્રિયંકા એક ગોલ્ડ મેડાલિસ્ટ હતી, જેણે આ પ્રકારના આર્કિટેક્ચરને આગળ વધારવામાં ધ્રુવાંગનો સાથ આપ્યો.

ધ્રુવાંગ જણાવે છે કે આર્કિટેક્ચરના ચોથા વર્ષમાં પ્રોફેસર માલકસિંહે અમને ઈકોલોજી અને આર્કિટેક્ચરનો એક વૈકલ્પિક વિષય ભણાવ્યો અને એ માટે જ અમને મહારાષ્ટ્રના સતારા પાસે એક ગામની મુલાકાતે ગયા જે એક દુકાળગ્રસ્ત ગામ છે. અમને ત્યાં બનેલા ઘરોના આર્કિટેક્ચર અને એમાં વપરાયેલી સામગ્રીના અધ્યયન કરવા માટે મોકલવામાં આવ્યા હતા. ત્યાં અમે એક વૃદ્ધ સ્ત્રીનું એક નાનું અને સુંદર માટીનું ઘર જોયું.

Image Source

બધા જ વિદ્યાર્થીઓ એ ઘરનો સ્કેચ બનાવી રહ્યા હતા, ત્યારે ધ્રુવાંગે આ મહિલા સાથે વાતચીત કરી, જેને આ ઘર બનાવ્યું હતું. તેમને પોતાના ઘરની દીવાલ પર ગાયનું ગોબર અને માટીનું પ્લાસ્ટર કર્યું હતું, જેમાં તેમને પોતાની બંગડીઓ મિક્સ કરી દીધી હતી, જેને કારણે તેમના ઘરની ડિઝાઈનને તેમનો એક ટચ મળી ગયો. એ સમયે ધ્રુવાંગે નિર્ણય લીધો કે એ સામાન્ય આર્કિટેક્ટરમાં આગળ વધવાના બદલે પ્રેક્ટિકલ રીતે ઘર બનાવવાની દિશામાં કામ કરશે. તેમને સ્નાતક કર્યા બાદ ત્રણ વર્ષ માલકસિંહ સાથે કામ કર્યું. પ્રાકૃતિક સામગ્રી અને સ્થાનિક ટેક્નિકનો ઉપયોગ કરવાના સંબંધમાં જાણકારી પ્રાપ્ત કરી.

એક અખબારમાં ધ્રુવાંગે લખ્યું – આજે શહેરો આધુનિક વિકાસનો અડ્ડો બની ગયા છે, જ્યા બધું જ ધ્યાન સ્થાનિક સ્તરથી વૈશ્વિક સ્તર સુધી પહોંચવામાં લાગ્યું છે. અને આજે જયારે આર્કિટેક્ચરના ક્ષેત્રમાં નવા એંજીનીયરો આવી રહયા છે, અને નિર્માણનું કાર્ય એક ખૂબ જ સામાન્ય કૌશલ્ય બની ગયું છે, અને સામગ્રી હાર્ડવેરના દુકાન પર મળી જાય છે ત્યારે વિકાસ ખૂબ જ ભારે કિંમત પર થઇ રહ્યો છે તેને કારણે ગામની અર્થવ્યવસ્થાને ધ્વસ્ત કરી દીધું છે.

Image Source

ધ્રુવાંગ કહે છે કે અમે પોતાના કામને કોઈ પણ ત્યાગના રૂપમાં નથી જોતા, આ અમારું સૌભાગ્ય છે કે અમને એવી સુંદર અને પ્રકૃતિની નજીકની જગ્યા પર કામ કરવાની તક મળી ત્યારે અમે અમારી ઓફિસમાં વધુ કામ નથી કરતા કારણ કે ડિઝાઇનિંગ એક મહિનામાં થઇ જાય છે. મોટાભાગે બધા જ આર્કિટેક્ટ કામ કરવાને બદલે કોન્ટ્રાક્ટરને ડિઝાઈનની એક ડ્રોઈંગ આપી દે છે. પણ અમે સ્થાનિક લોકો સાથે મળીને કામ કરીએ છીએ, ભલે એ લોકો સાક્ષર ન હોય પણ કોઈ પણ આર્કિટેક્ટની સરખામણીમાં વધુ શિક્ષિત છે, કારણ કે તેઓ જાણે છે કે નિર્માણ કેવી રીતે કરવાનું હોય છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.