ખબર

PUBGના રવાડે ચઢેલી ભોપાલની ભાભી પર ગુજરાતના 3 યુવકોનો કથિત ગેંગરેપ અને પછી જે થયું

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક હેરાન કરનારો મામલો સામે આવ્યો છે. જાણીતી મોબાઈલની ગેમ પબજી દ્વારા એક યુવકે ભોપાલના વેપારીની પત્ની સાથે દોસ્તી કરતી બાદમાં ગૅંગ રેપ કર્યો હતો. પીડિતાએ આ મામલે ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે.

Image Source

આટલું જ નહીં પીડિતાને મુંબઈ બોલાવી શારીરિક સંબંધ બનાવી તે પળનો વિડીયો બનાવીને બ્લેકમેલ કરતા આ પીડિતાને ગુજરાત લઈ આવ્યો હતો, જ્યાં તેના વલસાડમાં રહેનારા 2 મિત્રો સાથે મળીને મહિલા સાથે ગેગરેપ કર્યો હતો. મહિલાના પતિએ પોલીસમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. આ બાદ પોલીસે ફોન લોકેશન ટ્રેસ કરીને મહિલાને હોટેલમાંથી મુક્ત કરવામાં આવી હતી. આ મામલો ઓક્ટોબર મહિનાનો છે. જે સમયે મહિલા સાથે ગેગરેપ કરવામાં આવ્યો ત્યારે મહિલા પ્રેગ્નેન્ટ હતી. આ બાદ તે મહિલાની તબિયત ખરાબ થતા તેને મિસકેરેજ થઇ ગયું હતું.

Image Source

એક મીડિયા રિપોર્ટ અનુસાર, ભોપાલમાં રહેનારી 23 વર્ષની મહિલાના લગ્ન 4 વર્ષ પહેલા ભોપાલના ગૌતમનગરમાં થયા હતા. આ મહિલા નવરાશના સમયમાં પબજી ગેમ રમતી હતી. આ ગેમ દરમિયાન આ મહિલાન મુલાકાત શુભમ જાધવ નામના યુવક સાથે થઇ હતી. શુભમ મુંબઇનો રહેવાસી છે, બંને ધીમે-ધીમે ફેસબુક ફ્રેન્ડ બની ગયા હતા. આ બાદ બંનેની ફોનમાં પણ વાતચીત થઇ હતી. વાતચીત દરમિયાન શુભમે કહ્યું હતું કે, તેને શબનમ નામની એક યુવતી છે જે એનજીઓ પાર્લર ચલાવે છે. જે તેને 25 હજારની નોકરી અપાવશે. શુભમ વારંવાર આ મહિલા પર દબાણ કરવા લાગ્યો હતો. જયારે આ મહિલાએ ઇન્કાર કર્યો તો તેને ભોપાલ આવવાની વાત કરી હતી. પરંતુ શુભમ ભોપાલ ગયો ના હતો.

Image Source

શુભમના વારંવાર દબાણના કારણે મહિલા ઘરમાંથી 3 લાખ રુપિયા, સોનુ અને મોંઘો સામાન લઈને મુંબઈ ગઈ હતી. આ દરમિયાન મહિલાને લાઈવ વિડીયો પર શુભમ સાથે વાતચીત થઇ હતી. આ મહિલા જયારે મુંબઈના દાદર સ્ટેશન પર પહોંચી ત્યારે શુભમ ત્યાં પહોંચી ગયો હતો. આ બાદ શુભમ તે મહીલાને કુર્લાની એક હોટેલમાં લઇ ગયો હતો. જ્યાં મહિલાને શુભમે નશીલી દવા પીવડાવી શારીરિક સંબંધ બનાવ્યો હતો. આ વિડીયો પણ શૂટ કરાવ્યો હતો. શુભમ તે મહિલાને ધમકી આપવા લાગ્યો હતો કે, આ વિડીયો વાયરલ કરી દેશે. આ બાદ શુભમ આ મહિલાને ગુજરાતના વલસાડ લઈ આવ્યો હતો,જ્યાં ગૌરવ કુલકર્ણી એન શ્રવણે ગેંગરેપ કર્યો હતો.

Image Source

મહિલાએ જણાવ્યું હતું કે, આરોપીએ પૈસા અને જવેરાત રાખી લીધું હતું. જયારે આ ખબર શુભમના માતા-પિતા અને બહેનને પડી ત્યારે આ મહિલાને ધમકાવીને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા, અને ત્યાં ખોટું નિવેદન આપ્યું હતું. નિવેદનમાં જણાવ્યું હતું કે, તેન તેની મરજીથી મુંબઈ આવી હતી.

Image Source

આ બાદ મહિલા ભોપાલ પરત ફરી હતી. મહિલાએ ભોપાલ પહોંચીને સમગ્ર ઘટના અંગે પરિવારને વાકેફ કર્યા હતા. આ બાદ મહિલાની તબિયત ખરાબ થતા તેને મિસકેરેજ થઇ ગયું હતું. આ બાદ મહિલાએ પોલીસ સ્ટેશનમાં ગેંગરેપની ફરીયાદ નોંધાવી હતી. આ ફરિયાદને મુંબઈની વિનોબા ભાવે પોલીસમાં ટ્રાંસફર કરી દીધી હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.