બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા હવે ઇન્ટરનેશનલ સ્ટાર બની ચુકી છે. પ્રિયંકા ચોપરા હવે દેશમાં જ નહીં પરંતુ તુ વિદેશમાં પણ ખાસ્સું ફેન ફોલોઇંગ ધરાવે છે. આપણે સૌ જાણીએ છીએ કે, પ્રિયંકા ચોપરા છેલ્લા ઘણા સમયથી બૉલીવુડ ફિલ્મોમાં કામ નથી કરી રહી પરંતુ તે હંમેશા ભારતીય અને ઇન્ટરનેશનલ મીડિયામાં છવાયેલી રહે છે. પ્રિયંકા ચોપરા ફિલ્મો સિવાય ગણા પ્રોજેક્ટ સાથે જોડાયેલી રહે છે. જેનાથી તે ઘણી કમાણી કરી રહી છે. આજે અમે પ્રિયંકાના બર્થડે પર તમને જણાવીશું કે તે કંઈ-કંઈ રીતે કમાણી કરે છે.
View this post on Instagram
એક મીડિયા રિપોર્ટ અનુસાર,પ્રિયંકા ચોપરાની નેટવર્થ 16 મિલિયનડોલર એટલે કે 119 કરોડ રૂપિયા છે. ઘણા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, તેની નેટવર્થ 20થી 25 મિલિયન ડોલર એટલે કે, 180 કરોડ રૂપિયાથી પણ વધુ છે એક્ટ્રેસએ સૌથી પહેલા 2000માં મિસ ઇન્ડિયા કોમ્પિટિશન જીતીને તેની ખાસ પહેચાન બનાવી હતી. તે સમયે તેને 1 લાખ ડોલર ઇનામમાં મળ્યા હતા.
View this post on Instagram
પ્રિયંકા ચોપડા એરોનોટિકલ એન્જિનિયર બનવા માંગતી હતી. મિસ ઈન્ડિયા બન્યા પછી તેણે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો. 2002માં તમિળ મુવી Thamizhanમાં ડેબ્યુ કર્યા બાદ એક્ટ્રેસ પહેલી વાર બોલીવુડની ફિલ્મ હિરો: લવ સ્ટોરી ઓફ અ સ્પાયમાં દેખાઇ હતી. આ પછી તેણે બોલિવૂડમાં ઘણી હિટ ફિલ્મો કરી હતી. ફિલ્મોની સાથે તે ઘણા ટીવી શોમાં પણ દેખાઈ ચુકી છે. જેમાં ફિયર ફેક્ટર: ખતરો કે ખિલાડી. આ શોને હોસ્ટ કરવા માટે એક્ટ્રેસએ દરેક એપિસોડની આસપાસ રૂ .8 કરોડ ચૂકવવામાં આવ્યા હતા.
View this post on Instagram
એક્ટ્રેસ ફિલ્મ, હોસ્ટિંગ શો તેમજ મોડેલિંગથી પણ સારી કમાણી કરે છે. 2013માં Guessએ એક્ટ્રેસને એક વર્ષના કરાર માટે 5 થી 10 કરોડ રૂપિયા આપ્યા હતા. આ સિવાય એક્ટ્રેસએ માત્ર ભારતમાં જ નહીં, ઘણાં ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ્સમાં પણ કામ કર્યું છે. જે તેની મોટી આવકનું એક માધ્યમ છે, જેમાં મૂવીઝ અને ટીવી શો વગેરેનો સમાવેશ થાય છે.
View this post on Instagram
એક્ટ્રેસની ફિલ્મો ઉપરાંત અન્ય ઘણી રીતે સારી આવક થાય છે. એક્ટ્રેસ અનેક બ્રાન્ડ્સ સાથે સંકળાયેલી છે, જેમાં તે નોકિયા, પેપ્સી, ગાર્નિયર, સનસિલ્ક, નિકોન વગેરે શામેલ છે. વળી એક્ટ્રેસ પોતાનું પ્રોડક્શન હાઉસ પર્પલ પેબલ પિક્ચર્સ ચલાવે છે. આ સિવાય એક્ટ્રેસએ ન્યૂયોર્કમાં રીઅલ એસ્ટેટ ક્ષેત્રે રોકાણ કર્યું છે. એક્ટ્રેસ ઇન્સ્ટાગ્રામ પર તેની એક પોસ્ટ માટે કરોડો રૂપિયા લે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.