પ્રિયંકા ચોપરા તેના બર્થડેની મિયામીમાં બર્થડે વીકની શાનદાર ઉજવણી કરી હતી. ત્યારથી તે મિયામીમાં જ નજરે ચડે છે. થોડા દિવસ પહેલા પ્રિયંકાની સ્વિમિંગ પુલમાં મસ્તી કરતી જોવા મળી હતી. ત્યારે હવે પ્રિયંકા મિયામીમાં શોપિંગ કરવા પહોંચી તો સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ હતી.
થોડા દિવસ પહેલા પ્રિયંકા તેની એક તસ્વીરને લઈને ટ્રોલ થઇ હતી. આ ફોટોએ તે માં મધું ચોપરા અને નિક સાથે સિગારેટ પીતી નજરે આવી હતી. હાલમાં ફરી એકવાર એક જાહેરાતને લઈને ટ્રોલ કરવામાં આવી છે.
આ જાહેરાતનો વિડીયો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. જેના કારણે તેને ટ્રોલ કરવામાં આવી રહી છે. આ જાહેરાત એક આલ્કોહોલની છે. પ્રિયંકા આ વીડિયોમાં આલ્કોહોલની બ્રાન્ડની જાહેરાત કરતી નજરે ચડે છે. વીડિયોમાં પ્રિયંકા તેની જિંદગીના શેડસને લઈને પણ જણાવે છે. પ્રિયંકાની આ જાહેરાત આમ તો લોકોને બિલકુલ પસંદ નથી આવી. લોકોનું કહેવું છે કે, આવી જાહેરાત ના કર લોકોની જિંદગી બગડે છે.
આ વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કરતા જ વાયરલ થઇ ગયો હતો, દેશી ગર્લને લોકો ટ્રોલ કરવા લાગ્યા હતા. ઘણા લોકો પ્રિયંકાના આ વીડિયોને વખાણી પણ રહ્યા છે. પ્રિયંકાએ આ વીડિયોમાં જણાવ્યું હતું કે, આજે તે જગ્યા પર છે, તેની મહેનત અને ધગશને કારણે જ છે.
હાલ તો પ્રિયંકા તેના પરિવાર સાથે વેકેશનનો આનંદ માણી રહી છે. તેના ઘણા ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
પ્રિયંકાના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો પ્રિયંકા જલ્દી જ ‘ધ સ્કાય ઇઝ પિંક’માં નજરે આવશે. જેમાં ફરહાન અખ્તર અને જાયરા વસીમ પણ લીડરોલમાં છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks