ફેશનની શોખીન પ્રિયંકાએ વિદેશમાં એવા એવા ટ્રાન્સપરન્ટ કપડાં પહેર્યા કે જોઈને આંખો ફાટી જશે, જુઓ
બૉલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા તેની ફેશન સેન્સને લઈને ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે ફરી એક વાર પ્રિયંકા ચોપરાના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.વાયરલ થયેલા આ ફોટોમાં પ્રિયંકા તેના પતિ નિક જોનાસ સાથે ગ્લેમરસ અંદાજમાં જોવા મળી રહી છે.
પ્રિયંકાના આ ફોટો તેના જેઠ જો જોનાસની બર્થડે પાર્ટીના છે. જો જોનાસના બર્થ ડેમાં પ્રિયંકા તેના પતિ નિક જોનાસ સાથે પહોંચી હતી. પ્રિયંકાએ જો જોનાસના બર્થડે પાર્ટીમાં ડાર્ક નેવી બ્લુ કલરની શોર્ટ ડ્રેસ પહેર્યો હતો.
સાથે જ પ્રિયંકાએ હાઈ હિલ્સ, ખુલ્લા વાળ અને કાનમાં મોટા ઈંયરિંગ્સ કેરી કર્યા હતા. આ લુકમાં પ્રિયંકા બહુજ સુંદર લાગી રહી હતી.
પ્રિયંકાનો આ લુક સોશિયલ મીડિયામાં વાયરલ થતા ફેન્સને બહુજ પસંદ આવ્યો હતો. પ્રિયંકા પાર્ટીમાં તેના પતિ નિક જોનસનો હાથ પકડીને પહોંચી હતી. બ્લેક શૂટ અને વ્હાઇટ શર્ટમાં નિક જોનાસ પણ હેન્ડસમ લાગતો હતો.
બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા કોઈને કોઈ કારણે સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. પ્રિયંકા ચોપરાએ હાલમાં જ તેના લગ્નની બીજી વર્ષગાંઠ મનાવી હતી. આ ખસ દિવસે પ્રિયંકા અને નિકે કયારે પણ ના જોઈ હોય એવી તસ્વીર શેર કરી હતી. હાલમાં જ પ્રિયંકાએ એક તસ્વીર શેર કરી છે જે જોત-જોતામાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.
પ્રિયંકા અને નિકની જોડીને તો લોકો પસંદ કરે છે. પરંતુ આ મૌકા પર સૂફી ટર્નર અને જો જોનાસ પણ શાનદાર અંદાજમાં જોવા મળ્યા હતા.જો જોનાસના બર્થડે પર સોફી ટર્નરે ગાઉન પહેર્યું હતું, જેમાં તે બહુજ સુંદર જોવા મળી હતી.
પ્રિયંકાની પર્સનલ લાઈફની વાત કરવામાં આવે તો, પ્રિયંકાએ 2018માં જોધપુરના ઉમેદ પેલેસમાં નિક સાથે લગ્નગ્રંથિથી જોડાઈ હતી. પ્રિયંકાના લગ્ન પણ ચર્ચામાં રહ્યા હતા.
પ્રિયંકાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો, 3 વર્ષ બાદ ધ સ્કાય ઇઝ પિન્કથી બોલીવુડમાં કમબેક કરશે. આ ફિલ્મમાં ફરહાન અખ્તર અને જાયરા વસીમ મુખ્ય રોલમાં હશે.
View this post on Instagram
Goals 💞 @priyankachopra @nickjonas #priyankachopra #nickjonas #nickyanka
હાલમાં જ શેર કરેલી તસ્વીરમાં પ્રિયંકાએ અને તેનો પતિ રોમેન્ટિક અંદાજમાં જોવા મળે છે. આ તસ્વીરમાં પ્રિયંકા અને નિક ઘરના સોફામાં બેસેલા જોવા મળે છે તો નિકના ખોળામાં કૂતરું છે. પ્રિયંકાએ નીકને તેની બાહોમાં સમાવી દીધો છે. બંને એકબીજાની સામે જોવાની કોશિશ કરી રહ્યા છે. આ તસ્વીરમાં બંનેનો પ્રેમ જોવા મળે છે.

આ તસ્વીરમાં જોઈ શકાય છે કે, બંને શિયાળાનો આનંદ માણી રહ્યા છે. આ લખાય છે ત્યાં સુધીમાં આ તસ્વીરને 15 લાખથી વધુ લાઈક મળી ચુકી છે. આ તસ્વીર એટલું સુંદર છે કે લોકો નજર હટાવી જ નથી શકતા.

પ્રિયંકા ચોપરા બૉલીવુડથી લઈને હોલીવુડ સુધી તેનો ઝલવો દેખાડી ચુકી છે. પ્રિયંકા તેની અને ઘરવાળાના ફોટોસ અને વિડીયો શેર કરતી રહે છે. પ્રિયંકા સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ રહે છે. બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા થોડા સમય પહેલા તેની બીજી વેડિગ એનિવર્સરી મનાવી હતી.
પ્રિયંકા ચોપરાએ અમેરિકન સિંગર નિક જોનાસ સાથે 2 ડિસેમ્બર 2018માં અલગ-અલગ રીત રિવાજ સાથે જોધપુરમાં લગ્ન કર્યા હતા. પ્રિયંકાએ લગ્ન પહેલા લાંબા સમય સુધી નિકને ડેટ કર્યું હતું. નિક જોનાસ સાથે લગ્ન કર્યા બાદ પ્રિયંકા ચોપરા ઘણા ખુલાસા પણ કરે છે.
પ્રિયંકા ચોપડાએ નિક જોનાસ વિશે અને સવારે ઉઠ્યા પછી બેડરૂમમાં તે પહેલા શું કરે છે તે અંગે ખુલાસો કર્યો છે. પ્રિયંકા ચોપડાએ ગયા વર્ષે એક ભારતીય અંગ્રેજી અખબાર સાથે વાત કરી હતી. તે દરમિયાન તેણે તેમના લગ્નથી લઈને નિક જોનાસ સંબંધિત ખાસ બાબતો વિશે ઘણાં ખુલાસાઓ કર્યા હતા. પ્રિયંકા ચોપડાએ નિક જોનાસ વિશે ખૂબ રોમેન્ટિક વાતો કરી હતી.