અભિનેત્રી પ્રિયંકા ચોપરા હાલ ફિલ્મોથી દૂર છે, પણ લગ્ન બાદ તે પોતાના વેકેશન્સ અને પાર્ટીસને કારણે ચર્ચાઓમાં રહે છે. સાથે જ સોશિયલ મીડિયા પર અવારનવાર તેની તસ્વીરો વાયરલ થતી રહે છે. અત્યારે પણ પ્રિયંકા ચોપરા પરિવાર સાથે સમય વિતાવી રહી છે, જેની કેટલીક તસ્વીરો વાયરલ થઇ રહી છે.
પોતાના જન્મદિવસની ઉજવણી કર્યા બાદ પ્રિયંકા ચોપરા પરિવાર સાથે મિયામીમાં હોલીડે એન્જોય કરી રહી હતી. પરંતુ હવે એ ત્યાંથી જતી રહી છે. ત્યારે આ સમયની તેના એરપોર્ટ લૂકની કેટલીક તસ્વીરો વાયરલ થઇ રહી છે. આ તસ્વીરોમાં પ્રિયંકા એક અલગ જ અંદાજમાં દેખાઈ રહી છે. આ સમયે તેને પોતાના ઘૂંટણ પણ કાળી બેન્ડેજ પણ લગાવીને રાખી હતી, જેને જોઈને લાગી રહ્યું છે કે પ્રિયંકાને ઘૂંટણના દુઃખાવાની સમસ્યા સતાવી રહી છે.
આ તસ્વીરોમાં પ્રિયંકા સાથે જ તેના પતિ નિક જોનાસ, માતા મધુ ચોપરા અને સોફી ટર્નર પણ દેખાઈ રહયા છે. ત્યારે પ્રિયંકાના લૂકની વાત કરીએ તો પ્રિયંકાએ બ્લેક શોર્ટ્સ સાથે બ્લેક ક્રોપ ટોપ અને સાથે જ સફેદ ઓવરસાઈઝ શર્ટ પહેર્યો છે.
આ લૂક સાથે પ્રિયંકાએ ખુલ્લા વાળ રાખ્યા હતા અને લાઈટ મેકઅપ અને લિપસ્ટિક લગાવીને રાખી હતી. ત્યારે બ્લેક હેટ અને બ્લેક સનગ્લાસિસ પણ પહેર્યા હતા. સાથે જ સ્ટાઈલિશ સ્નીકર્સ પહેર્યા હતા અને બેલ્ક કલરનું શોલ્ડર બેગ પણ લટકાવીને રાખ્યું હતું. આ લૂકમાં પ્રિયંકા ખૂબ જ હોટ દેખાઈ રહી હતી.
ત્યારે જો વાત કરીએ પ્રિયંકાના આ બેગની તો આ બેગની કિંમત લાખ રૂપિયાથી વધુ અને તેને પહેરેલા સ્નીકર્સની કિંમત 60 હજાર રૂપિયાથી વધુ છે. પ્રિયંકાનું આ મોંઘુ બેગ Dsquared2 બ્રાન્ડનું છે, આ Key Bag ની કિંમત US$ 1,800 એટલે કે લગભગ 1,26,858 રૂપિયા છે. પ્રિયંકાના સ્નીકર્સ Sergio Rossi બ્રાન્ડના કલેક્શનમાંથી એક છે, જેની કિંમત € 775,00 એટલે કે લગભગ 61139 રૂપિયા છે.
વાત કરીએ પ્રિયંકાના પતિ નિક જોનસની તો તેને બ્લ્યુ કલરની ટી-શર્ટ સાથે ગ્રે કલરનું પેન્ટ પહેર્યું હતું. અને મધુ ચોપરા સફેદ ડ્રેસમાં જોવા મળ્યા.
ત્યારે પ્રિયંકાની જેઠાણી સોફી ટર્નરે સફેદ ટી-શર્ટ સાથે ગ્રીન શોર્ટ્સ પહેર્યા હતા અને તે પણ હોટ દેખાતી હતી.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks