મનોરંજન

દિલ્હીમાં શૂટિંગ કરી રહેલી દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ પ્રદુષણને લીધે ભરાઈ ગઈ, જાણો પૂરો મામલો

બોલિવૂડ અને હોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનસ આજકાલ તેની નેટફ્લિક્સ ફિલ્મ ‘ધ વ્હાઇટ ટાઇગર’નું શૂટિંગ કરી રહી છે. પ્રિયંકાની આ ફિલ્મનું શૂટિંગ દિલ્હીમાં ચાલી રહ્યું છે, અને તે દિલ્હીના પ્રદૂષણથી પરેશાન છે. અત્યારે દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યા ચરમસીમાએ છે. આ વિશે લોકો અને મીડિયા ખુલ્લેઆમ ચર્ચા કરતા જોવા મળે છે. ત્યારે હવે દિલ્હીના પ્રદુષણની સમસ્યાને લઈને પ્રિયંકા ચોપરાએ પણ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને ચિંતા વ્યક્ત કરી છે.

પ્રિયંકાએ તેની એક તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે જેમાં તેને ચહેરા પર માસ્ક લગાવી રાખ્યું છે અને તેને આંખો પર ચશ્મા લગાવી રાખ્યા છે. પ્રિયંકાએ આ તસ્વીર શેર કરતા પોસ્ટમાં લખ્યું છે, ‘વ્હાઇટ ટાઇગરના શૂટિંગના દિવસે. આ શહેરમાં અત્યારે શૂટિંગ કરવું ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું છે, હું સમજી નથી શકતી કે લોકો આ પરિસ્થિતિમાં અહીં કેવી રીતે જીવે છે. ભલું છે કે અમારી પાસે એર પ્યુરિફાયર્સ અને માસ્ક જેવી સુવિધાઓ છે. ગરીબ અને બેઘર લોકો માટે પ્રાર્થના કરો. બધા લોકો પોતાનું ધ્યાન રાખો.’

 

View this post on Instagram

 

Masking our emotions in the Delhi air. @priyankachopra your pose is just ✅ #bts #prescenereading #theskyispink

A post shared by Farhan Akhtar (@faroutakhtar) on

જણાવી દઈએ કે આ પહેલીવાર નથી કે પ્રિયંકા દિલ્હીના પ્રદૂષણથી પરેશાન થઇ છે. ગયા વર્ષે જ્યારે તે ‘ધ સ્કાય ઇઝ પિંક’ ફિલ્મના શૂટિંગ માટે દિલ્હી આવી હતી, ત્યારે પણ તેને આ પ્રદૂષણનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે ફરહાને એક ફોટો શેર કર્યો હતો, જેમાં બંનેએ તેમના ચહેરા પર માસ્ક લગાવ્યા હતા અને તેઓ સ્ક્રિપ્ટ વાંચી રહ્યા હતા.

ફિલ્મોની વાત કરીએ તો ગયા મહિને જ ‘ધ સ્કાય ઇઝ પિંક’ ફિલ્મ રિલીઝ થઇ છે અને હાલમાં તે રાજકુમાર રાવ સાથે નેટફ્લિક્સ ફિલ્મ ધ વ્હાઇટ ટાઇગરમાં કામ કરી રહી છે. આ સિવાય તેની પાસે હોલિવૂડના કેટલાક મોટા પ્રોજેક્ટ્સ પણ છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.