મનોરંજન

આ નિયમોને ક્યારે પણ નથી તોડતા પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ, જાણો સિક્રેટ નિયમો

બૉલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને તેનો પતિ નિક જોનાસ લોકો વચ્ચે ઘણા પ્રસિદ્ધ છે. આ બંને અલગ-અલગ દેશના અને સંસ્કૃતિના હોવા છતાં તેને સંબંધ અકબંધ છે. જે લોકો માટે ઇન્સ્પાયર હોય છે. ઘણા લોકો આ સ્ટાર કપલની વાત કરતા હોય છે. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ સોશિયલ મીડિયામાં પણ ઘણા એક્ટિવ રહે છે. પ્રિયંકા તેની અને નીકની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.

પ્રિયંકા અને નિક તેના કામના કારણે બહુ જ વ્યસ્ત રહેતા હોય છે આમ છતાં પણ બંને વચ્ચેનું બોન્ડીગ પ્રેમ અકબંધ છે. પરંતુ શું તમને ખબર છે કે, પ્રિયંકા અને નિક તેના લગ્નજીવન મજબૂત અને બોન્ડીગ રાખવા માટે પ્રિયંકા અને નિક થોડા નિયમનું પાલન છે. જે બીજા વ્યસ્ત રહેતા કપલે પણ આ નિયમનું પાલન કરવું જોઈએ.

Image Sourceપ્રિયંકા અને નિકનો શેડ્યુઅલ ભલે ઘણું વ્યસ્ત હોય પરંતુ તે ફોન દ્વારા કનેક્ટ રહેવાની કોશિશ કરે છે. આ સ્ટ્રેટેજી એ લોકોને ઘણી વાર કામ આવે છે જે કામના ચક્કરમાં બધું ભૂલી જાય છે.

ઘણા લોકો તો કામના ચક્કરમાં પાર્ટનરને પણ ભૂલી જાય છે. જો તમે કામના કારણે તમારા પાર્ટનરને કોલ નથી કરી શકતા તો તમે એની સાથે મેસેજ દ્વારા કનેક્ટ રહો. જેવા કે નાના-નાના મેસેજ, જમ્યું, જમવાનું કેવું હતું, સાંજનો શું પ્લાન છે. આ બધા મેસેજ તમારી વચ્ચે કોમ્યુનિકેશન ગેપ નહીં આવવા દે.

જણાવી દઈએ કે, પ્રિયંકા અને નિક તેના કામના કારણે ઘણું ટ્રાવેલ કરતા હોય છે ત્યારે આ સ્ટાર્સ ઘણા દિવસો સુધી એકબીજાને નથી મળી શકતા. આ બંનેએ નિયમ બનાવ્યો છે કે, દુનિયાના કોઈ પણ છેડે હોય બંને 2થી 3 અઠવાડિયા વધુ દૂર નહીં રહે.

આ નિયમ જે કપલ દૂર-દૂર રહેતા હોય તેના માટે મોટું કામ છે. આપણે સૌ જાણીએ છીએ કે, દૂર રહવાથી સંબંધ વધારે ખરાબ થાય છે જો 2થી 3 અઠવાડીયે મળતા રહીએ તો જે એકબીજાના મનમાં નફરત નહીં આવે અને સંબંધમાં ખટાશ પણ નહીં આવે.

પ્રિયંકા અને નિક હંમેશા એ વાતની કોશિશ કે છે બંને એકબીજની જિંદગીમાં દખલ કરે. આવું બીજા કપલે પણ કરવું જોઈએ. આ વાતનો ફાયદો એ થાય છે કે, તમારી જિંદગીમાં શું ચાલી રહ્યું છે, આ વાત તમારા પાર્ટનરને ખબર આવી હોવી જોઈએ.

આવું કરવાથી વ્યસ્તતા વચ્ચે, વર્ક પ્રેશરને સારી રીતે સમજશે. તેના મનમાં પ્રેમ ઓછો નહીં થાય કે દુરી વધતી જાય એવો ખ્યાલ કયારે પણ નહીં આવે. પ્રિયંકાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તે અને નિક કયારે પણ નથી વિચરતાકે કામના કારણે તેનો સંબંધ નહીં ચાલે.

પ્રિયંકાએ કહ્યું હતું કે, વિચરતા હતા કે, સંબંધના કારણે વધુ કામ નથી કરતા તેના કારણે સંબંધ તૂટી જાય છે.જે ખોટું છે. આ સાચી વિચારને બીજા કપલને પણ ફોલો કરવા જોઈએ. જેથી બીજા સંબંધની સાથે-સાથે તેના કરિયરનો ગ્રોથ કરે છે.

કામથી નવરા પડીને ક્યાંક ફરવા અથવા ડિનર ડેટ પર જરૂર જાઓ. આ કારણે મટારી આઉટિંગ તો થઇ જશે અને સાથે સમય પસાર કરવાનો મોકો મળશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.