બિગબોસનો એક્સ કન્ટેસ્ટન્ટ પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરીની જોડીએ લાખો લોકોએ પસંદ કરે છે. હાલમાં જ આ કપલે વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કર્યો હતો.

આ દરમિયાન પ્રિન્સે ફરી એક વાર સાબિત કરી દીધું છે કે, તે તેની પત્નીને બેહદ પ્રેમ કરે છે. પ્રિન્સ તેની પત્ની માટે કંઈ પણ કરી શકે છે.

પ્રિન્સ નરુલાએ એ તેની પત્ની યુવિકા ચૌધરીને રેન્જ રોવર કાર ગિફ્ટમાં આપી છે. આ ગાડીની કિંમત 1 કરોડથી લઈને 3 કરોડ સુધીની છે.

આજ દિવસે યુવિકા અને પ્રિન્સની સગાઈ થઇ હતી. પ્રિન્સે એંગેજમેન્ટ એનિવર્સરી ઉપર યુવિકાને એક બ્લેક કલરની રેન્જ રોવર ગિફ્ટમાં આપી છે.

પતિ પાસેથી આટલી મોંઘી ગિફ્ટ મેળવીને યુવિકા ઘણી ખુશ છે. યુવિકાને ખુશ જોઈને પ્રિન્સે તેના ઇન્સ્ટાગ્રામ પર તસ્વીર શેર કરી છે. આ તસ્વીર જોઈને કહી શકાય છે કે, યુવિકા કેટલી ખુશ છે.

જણાવી દઈએ કે, પ્રિન્સ અને યુવીકાએ 12 ઓક્ટોબર 2018ના રોજ લગ્ન કર્યા હતા. બંનેની પહેલી મુલાકાત બિગબોસ 12ના ઘરમાં થઇ હતી.

તે દિવસોમાં પ્રિન્સ અને યુવિકા નચ બલિયેમાં સ્પર્ધક તરીકે જોવા મળી રહ્યા હતા. જણાવી દઈએ કે, યુવિકા ચૌધરી 36 વર્ષ અને પ્રિન્સની ઉંમર 29 વર્ષ છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.