ખુબ જ ગરીબ પરિવારમાંથી આવી અને વગર ટ્યુશને મહેનત કરી બની ગયા IPS ઓફિસર, સફળતાની કહાની તમારું દિલ જીતી લેશે

જે વ્યક્તિની અંદર મહેનત કરી અને આગળ નીકળવાની ભાવના હોય છે તે ગમેતેવી પરિસ્થિતિની અંદર પણ સફળ થઈને જ બતાવે છે. આપણી આસપાસ ઘણા એવા લોકો હશે જેમની સફળતાનાં કિસ્સાઓ તમે સાંભળ્યા હશે. ત્યારે આવી જ એક કહાની એક આઇપીએસ ઓફિસરની છે જેમને ખુબ જ મુશ્કેલીઓ વેઠી છતાં પણ પોતાના લક્ષને છોડ્યું નહીં અને આજે તે આઈપીએસની પદવી ઉપર બિરાજમાન છે.

અમે વાત કરી રહ્યા છે રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં આવેલા એક નાના એવા ગામ રસીસરના એક ખુબ જ ગરીબ પરિવારમાં જન્મેલા પ્રેમસુખ દેલુની. જેમનો જન્મ ડેલું પરિવારમાં 3 એપ્રિલ 1988ના રોજ થયો હતો. દીકરાના જન્મ સમયે કોઈએ નહોતું વિચાર્યું કે દીકરો આ હદ સુધી સફળતા મલેવશે અને પરિવારનું નામ રોશન કરશે.

પ્રેમસુખની સફળતાનો અંદાજો એ વાત ઉપરથી જ લગાવી શકાય છે કે તેમને માત્ર 6 વર્ષમાં 12 વાર સરકારી નોકરી લાગી ચુકી હતી. જયારે આજના સમયમાં સરકારી નોકરીઓ મારે આટલી મોટી સ્પર્ધા દરમિયાન એક વાર પણ પસંદગી મળવી સરળ નથી હોતું. હાલના સમયમાં પ્રેમસુખ ગુજરાતના અમદાવાદમાં ઝોન 7ના ડીસીપી તરીકે ફરજ બજાવી રહ્યા છે.

પ્રેમસુખ દેલુ બાળપણથી જ ખુબ જ હોશિયાર હતા, તેમને સરકારી નોકરી લાગવાની શરૂઆત વર્ષ 2010થી શરૂ થઇ. સૌથી પહેલા તેમને સરકારી નોકરી બિકાનેર જિલ્લામાં પટવારીના રૂપમાં લાગી. બે વર્ષ સુધી તે આ પોસ્ટ ઉપર કામ કરતા રહ્યા. પરંતુ તેમના દિલમાં કઈ મોટું કરવાની ઈચ્છા હતી જેના કારણે તેમને પોતાનો અભ્યાસ અને મહેનત ચાલુ જ રાખી.

પ્રેમસુખે પટવારીના પદ ઉપર રહેતા અન્ય પ્રતિયોગી પરીક્ષાઓ પણ આપી. ગ્રામ સેવકની પરીક્ષામાં રાજસ્થાનમાં બીજો નંબર મેળવ્યો. પરંતુ ગ્રામ સેવકની નોકરી સ્વીકારી નહીં.

કારણ કે એ સમય દરમિયાન રાજસ્થાન આસીટન્ટ જેલ પરીક્ષાનું પરિણામ પણ આવી ગયું હતું અને તેમાં પ્રેમસુખ દેલુએ આખા રાજસ્થાનમાં ટોપ કર્યું હતું. આસીટન્ટ જેલરના રૂપમાં જોઈન કરતા પહેલા જ રાજસ્થાન પોલીસમાં તેમની સબ ઇન્સ્પેકટર પદ ઉપર પસંદગી થઇ ગઈ.

પરંતુ પ્રેમસુખે રાજસ્થાન પોલીસમાં એસસાઈનું પણ પણ ના સ્વીકાર્યું. કારણ કે એ દરમિયાન જ તેમની પસંદગી સ્કૂલ વ્યાખ્યાતાના રૂપમાં થઇ ગઈ હતી તો પોલીસ મહેકમની જગ્યાએ શિક્ષણ વિભાગની નોકરી પસંદ કરી. ત્યારબાદ કોલેજ વ્યાખ્યાતા, તલાટીના રૂપમાં પણ સરકારી નોકરી લાગી.

ઘણા વિભાગોમાં 6 વર્ષના સમયગાળામાં કેટલીયવાર સરકારી નોકરી લાગવા છતાં પણ પ્રેમસુખે મહેનત ચાલુ જ રાખી અને સિવિલ સેવા પરીક્ષા 2015માં 170મો રેન્ક મેળવ્યો અને હિન્દી માધ્યમ સાથે સફળ ઉમેદવારમાં ત્રીજા સ્થાન ઉપર રહ્યા.

હાલમાં તે ગુજરાત પોલીસમાં સેવા આપી રહ્યા છે. તેમનું સપનું ભારતીય પ્રશાસનિક સેવાના અધિકારી બનવાનું છે. આ સપનું પણ પૂર્ણ થવાનું છે. પ્રેમસુખ દેલુએ આઈએએસનો સાક્ષાત્કાર પણ આપી રાખ્યો છે. તેમાં પણ પસંદગી થવાની પૂર્ણ શક્યતા છે. તેમનું જીવન ના ફક્ત રાજસ્થાન પરંતુ આખા દેશ માટે પ્રેરણા સમાન છે.

Niraj Patel