મનોરંજન

બોલીવુડની ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝિન્ટા આજે અમેરિકામાં કરોડના ઘરમાં જીવે છે આલીશાન જીવન, જુઓ તસવીરો

ફિલ્મ “દિલ સે”થી પોતાના અભિનયની શરૂઆત કરીને કરોડો લોકોના દિલમાં એક આગવી ચાહના મેળવનાર અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા તેની પહેલી જ ફિલ્મથી બોલીવુડની ડિમ્પલ ગર્લ બની ગઈ હતી. તેના દેખાવની સાથે તેનો અભિનય પણ લોકો વખાણવા લાગ્યા અને

Image Source

એક પછી એક ફિલ્મો કરીને પ્રીતિએ બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રીઓમાં સ્થાન મેળવી લીધું. પ્રીતિ ઝીન્ટાએ એક પછી એક ચડિયાતી ફિલ્મો આપી, પરંતુ છેલ્લા ઘણા વર્ષથી પ્રીતિ બોલીવુડની છોડીને એક અલગ જ જીવન જીવવા લાગી છે.

Image Source

પ્રીતિ છેલ્લે 2018માં આવેલી ફિલ્મ “ભૈયાજી સુપરહિટ”માં જોવા મળી હતી. પરંતુ બૉલીવુડ સાથેની પોતાની સફર એને એ પહેલા જ ઓછી કરી દીધી હતી.

Image Source

પ્રીતિ હવે ફિલ્મી નગરી મુંબઈ કરતા પણ વધારે અમેરિકામાં રહે છે, ત્યાં તેને પોતાનું ઘર પણ બનાવી લીધું છે. પ્રીતિના લગ્ન 3 વર્ષ પહેલા જ થઇ ગયા છે. 29 ફેબ્રુઆરી, 2016ના રોજ પ્રીતિએ અમેરિકાના ઉદ્યોગપતિ ગુડએનફ જેન સાથે લગ્ન કર્યા હતા.

Image Source

પ્રીતિ અત્યારે લોસ એન્જલસના બેવર્લી હિલ્સમાં રહે છે,  તેના ઘરની આજુબાજુમાં જ હોલીવુડની ઘણી હસ્તીઓ પણ રહે છે, પ્રીતિએ આ ઘર પોતાની દેખરેખમાં બનાવ્યું છે, પ્રીતિના સપનાનું ઘર તેને 33 કરોડમાં બનાવ્યું છે.

Image Source

પ્રીતિના આ આલીશાન ઘરમાં 6 બેડરૂમ છે. તેમજ એક ખુબ જ સુંદર બગીચો પણ છે,પ્રીતિ પોતાના સોશિયલ મીડિયામાં ઘણીવાર આ ઘરના ફોટો પણ શેર કરતી હોય છે.

Image Source

પ્રીતિના લગ્ન પણ આજ ઘરમાંથી થયા હતા, લગ્ન સમયે તેના સાગા સંબંધીઓ પણ અમેરિકામાં આવી ગયા હતા, કેટલાક નજીકના સ્નેહીઓ, મિત્રો અને સાગા સંબંધીઓની હાજરીમાં જ પ્રીતિએ લગ્ન કર્યા હતા.

Image Source

પ્રીતિ અત્યારે સુખી લગ્ન જીવન વિતાવી રહી છે, તેના લગ્ન પણ હિન્દૂ સંસ્કૃતિ મુજબ જ થયા હતા. પોતાના ઘરની સાજ સજાવટના વિડીયો તેમજ ફોટો પણ તે વારંવાર શેર કરે છે.

Image Source

પ્રીતિ પોતાના સાસરીપક્ષના લોકો સાથે ઘણીવાર રજાઓ માણવા પણ જતી હોય છે અને આ તસવીરો પણ તે પોતાના સોશિયલ મીડિયામાં શેર કરવાનું નથી ચૂકતી.

 

View this post on Instagram

 

A post shared by Preity G Zinta (@realpz) on

પ્રીતિએ એક સમયે પોતાના ઘર ઉપર પડી રહેલા વરસાદનો વિડિઓ પણ પોતાની પ્રોફાઈલમાં પોસ્ટ કર્યો હતો, જે તેના ચાહકોને ખુબ જ પસંદ પણ આવ્યો હતો.

Image Source

પ્રીતિ આજે બોલીવુડની કોઈ ફિલ્મમાં જોવા નથી મળતી, છતાં પણ ચાહકોના દિલમાં પ્રીતિ ઝિન્ટા માટેનો પ્રેમ હજુ જળવાયેલો છે.

Image Source

પ્રીતિ પણ ભલે અમેરિકામાં રહેતી હોય પરંતુ પોતાના દેશના ચાહકો માટે તેના દદિલમાં પણ પ્રેમ ભરેલો છે અને એટલે જ અવાર નવાર પોતાના ચાહકોને ખુશ કરવા માટે તે પોતાના ફોટા પણ સોશિયલ મીડિયામાં શેર કરે છે.

Image Source

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.