મનોરંજન

પોતાની પ્રેગ્નેન્સી દરમિયાન કરોડોની કમાણી કરે છે સેલેબ્રિટીઓ, જાણો કેવી રીતે ?

એક સમય એવો હતો જયારે બોલીવુડના સેલેબ્રિટીઓના પ્રેગ્નેન્સીની ખબરો પણ ગુપ્ત રાખવા આવતી હતી, પરંતુ આજે તમે જોઈ શકો છો કે સેલેબ્રિટીઓ પોતાના બેબી બમ્પ સાથેની ઘણી તસવીરો શેર કરતા રહે છે.

હાલમાં જ વિરાટ અને અનુષ્કાના ઘરે દીકરીનો જન્મ થયો અને દીકરી જન્મના આટલા દિવસો બાદ પણ હજુ સુધી તેનો ચેહેરો દુનિયા સામે નથી આવ્યો. ત્યારે લોકોના મનમાં પણ પ્રશ્ન થાય કે આવું શા કારણે ?

Image Source

ઘણા લોકો એમ પણ વિચારે છે કે આ તેમનો અંગત નિર્ણય હશે, પરંતુ તમને જણાવી દઈએ કે સેલેબ્રિટીઓને પોતાની પ્રેગ્નેન્સી દરમિયાન પણ કરોડો રૂપિયાની કમાણી થતી હોય છે, તે ભલે શુટીંગ સેટ ઉપર નથી જઈ શકતા તે છતાં પણ તે ઘરે બેઠા કરોડોની કમાણી જરૂર કરી લેતા હોય છે.

Image Source

આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર ઘણી કંપનીઓ એવી છે જે સેલેબ્રિટીઓને તેમની પ્રેગ્નેન્સી દરમિયાન તેમની પ્રોડક્ટ્સના બ્રાન્ડિંગ અને પ્રમોશન માટે સંપર્ક કરે છે. તેમના સોશિયલ મીડિયા હેન્ડલ કરવા માટે અલગથી કંપની જોડાય છે.

Image Source

સેલેબ્રિટીઓને પોતાની પ્રેગ્નેન્સીની જાહેરાત કરવા માટે સ્પોન્સરશિપ મળે છે. મેડિકલ પ્રોડક્ટ્સ બનવવા વાળી કંપની વર્ષ 2013થી અત્યાર સુધી 70થી પણ વધારે સેલેબ્રિટીઓ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુન્સર્સ સાથે એન્ડોર્સમેન્ટ કરી ચુકી છે.

Image Source

થોડા વર્ષો પહેલા જયારે સિંગર કેલીસ રોજર્સ અને બોલરૂમ ડાન્સર કરીના સ્મરનઑફે પોતાની પ્રેગ્નેન્સીની જાહેરાત બ્રાન્ડ પ્રમોશન અને એન્ડોર્સમેન્ટ સાથે કરી. ત્યારથી સેલેબ્રિટીઓને બ્રાન્ડ પ્રમોશન દ્વારા કમાણી મવાની શરૂ થઇ ગઈ.

Image Source

ન્યુયોર્ક ટાઈમ્સની ખબર પ્રમાણે વા સ્ટાર્સ પ્રેગ્નેન્સી માટે ગર્ભધારણથી લઈને ડિલિવરી સુધીના બધા જ પ્રોડ્કટની બ્રાન્ડિગ કરે છે. જેના માટે સેલેબ્રિટીઓને ખુબ જ સારું પેમેન્ટ પણમળે છે . કેટલાક સેલેબ્રિટીઓ તો 7 કરોડ રૂપિયા સુધીની પણ ફીસ લે છે.

Image Source

ભારતમાં પણ આ બજાર છેલ્લા ઘણા સમયથી ગરમ થયેલું જેવા મળે છે. જેના માટે સેલેબ્રિટીઓ એક પીઆર ટિમ રાખે છે અને તે સેલેબ્રિટીઓની આકર્ષક તસવીરો ક્લિક કરી અને પોસ્ટ કરતા હોય છે. આ સાથે કેટલીક બ્રાન્ડ પણ તેમને સ્પોનરશીપ આપે છે.

Image Source

સેલેબ્રિટીઓ ના ફક્ત બેબી બ્રાન્ડ કે પ્રેગ્નેન્સી દરમિયાન વાપરવાની વસ્તુઓનું જ પ્રમોશન કરે છે, પરંતુ તેમને પોતે પહેરેલા કપડાંનું પણ બ્રાન્ડિંગ કરતા તે જોવા મળે છે. બોલીવુડની ઘણી અભિનેત્રીઓ આ રીતે પ્રેગ્નેન્સીમાં પ્રમોશન કરે છે.

Image Source

સેલેબ્રિટીઓ બ્રાન્ડના નામ સાથે આ તસ્વીરોને પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે છે, જેના દ્વારા તેમને કરોડોની કમાણીઓ થતી હોય છે. બેબી પ્રોડક્ટ્સ અને કપડાં ઉપરાંત તે દવાઓનું પણ પ્રમોશન કરતા હોય છે.