સાઉથની સુપર હિટ ફિલ્મ “બાહુબલી” એ કમાણીમાં બોક્સ ઓફિસના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા હતા, ત્યારે આ ફિલ્મનો મુખ્ય અભિનેતા પ્રભાસ પણ ખુબ જ ચર્ચામાં આવી ગયો હતો, પરંતુ આ દરમિયાન પ્રભાસ ફરીવાર ચર્ચામાં આવ્યો છે, અને આ વખતે તે કોઈ ફિલ્મના લીધે નહિ પરંતુ પોતાના દેવાના કારણે ચર્ચામાં છે.

પ્રભાસ બહુ જ જલ્દી ફિલ્મ “રાધેશ્યામ”માં જોવા મળવાનો છે. પરંતુ એ પહેલા આવેલી આ ખબર પ્રભાસના ચાહકો માટે એક ઝટકા સમાન છે. જણાવવામાં આવી રહ્યું છે કે પ્રભાસ હાલ 1000 કરોડ રૂપિયાના દેવાની અંદર ફસાઈ ચુક્યો છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે પ્રભાસની પોતાની પ્રોડક્શન કંપની યુવી ક્રિએશન અને વી સેલ્યુલાઇડ આ સમયે મોટા નુકશાનનો સામનો કરી રહ્યા છે. જેના કારણે તે આટલા મોટા દેવાની અંદર ડૂબી ચુક્યો છે.

પ્રભાસની કંપની યુવી ક્રિએશન હવે ફિલ્મ “રાધે શ્યામ” લઈને આવી રહી છે. આ ફિલ્મમાં પ્રભાસ અને પૂજા હેગડે મુખ્ય કિરદારમાં છે. આ ફિલ્મનું ટીઝર પણ રિલીઝ થઇ ચૂક્યું છે. જેને ખુબ જ પસંદ પણ કરવામાં આવ્યું છે. ફિલ્મનું શુટીંગ યુરોપમાં કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં પ્રભાસ એક લવર બોયના રૂપમાં જોવા મળશે.

30 જુલાઈના રોજ આ ફિલ્મ રિલીઝ થવાની છે ત્યારે કંપનીના ભારે નુકશાનના કારણે પ્રભાસ અને તેની ટીમને આ ફિલ્મથી ઘણી જ બધી આશાઓ છે. આ ફિલ્મનું નિર્દેશન રાધા કૃષ્ણ કુમાર દ્વારા કરવામાં આવ્યું છે.