ગુજરાત જાણવા જેવું દિલધડક સ્ટોરી

આ છે ગુજરાતની પાવરફૂલ મહિલા સરપંચ, મેટ્રો સિટી પણ શરમાઈ જાય એવી પ્રગતિ કરી છે નાનકડા ગામે… સરદાર પટેલની મૂર્તિ છે આકર્ષણનું કેન્દ્ર

ગુજરાતના ગામો હવે જુદી જુદી રીતે આદર્શ ગામો બનવા લાગ્યા છે. ત્યારે કેટલાક ગામો તેમના ઉદ્યોગોને લીધે કે કોઈ ગામ તેના વિકાસને લીધે પ્રચલિત થયા છે. પરંતુ બારડોલીનું એક ગામ છે જેના વિશે આજે લગભગ સૌ કોઈ જાણતું હશે.

બારડોલીનું બાબેન ગામ અત્યારે ગુજરાતના આદર્શ ગામમાં ટોપ પર આવે છે. આ ગામ એ સમયે આદર્શ ગામ બની ગયું હતું, જયારે ગુજરાતના ઘણા ગામોમાં તો પ્રાથમિક સુવિધાઓ પણ ન હતી. આ ગામના વિકાસ પાછળ ગામના પૂર્વ સરપંચ ભાવેશ પટેલ, હાલના સરપંચ તેમના પત્ની ફાલ્ગુનીબેન પટેલ અને ગ્રામપંચાયતના સભ્યોનો હાથ છે. આ સિવાય ગામના લોકોની જાગૃતિના કારણે પણ આ ગામ આદર્શ ગામ બની શક્યું છે. ભાવેશભાઈ પટેલ વર્ષ 2007માં બાબેનના સરપંચ બન્યા હતા અને હાલમાં તેમના પત્ની ફાલ્ગુનીબેન પટેલ સરપંચપદ સાંભળી રહયા છે.

આશરે 15000 જેટલી વસ્તુ ધરાવતું આ ગામ સુરતથી 35 કિલોમીટર અને બારડોલીથી બે કિલોમીટર દૂર આવેલું છે. આ ગામમાં મેટ્રો સિટીની જેમ પહોળા આરસીસી રસ્તાઓ, ઘરે ઘરે પાણી, સ્ટ્રીટ લાઇટ્સ, સીસીટીવી, બેન્ક, પોસ્ટ ઓફિસ, એન્જીનીયરીંગ કોલેજ જેવી બધી જ સુવિધાઓ મોજુદ છે. બાબેન ગ્રામ પંચાયતને વર્ષ 2011માં રાજ્યની શ્રેષ્ઠ ગ્રામ પંચાયત જાહેર કરવામાં આવ્યું હતું. આ પહેલા પણ આ ગામ તાલુકા અને જિલ્લા સ્તરના પુરસ્કાર પ્રાપ્ત કરી ચૂક્યું હતું.

લગભગ 15-16 વર્ષ પહેલા આ ગામ જંગલ જેવી અવસ્થામાં હતું. જયારે આજે એ ગામ કોઈને પણ આકર્ષિત કરી શકે એમ છે. હાલ આ ગામમાં શહેર જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. અને ગામના સરપંચ ગામને કેશલેસ બનાવવા તરફ આગળ વધી રહયા છે.

ફાલ્ગુનીબેન અને ભાવેશભાઈ પહેલાથી જ ગામના વિકાસ દ્વારા તેને રાજ્યમાં શ્રેષ્ઠ ગામ બનાવવા માંગતા હતા. જેના માટે તેઓએ ગામમાં લોકોની જાગૃતિ માટે કેટલીક ઇવેન્ટનું પણ આયોજન કર્યું હતું. ત્યારબાદ વર્ષ 2007માં ભાવેશભાઈ સરપંચ તરીકે ચૂંટાયા, અને તરત જ સભ્યો સાથે મળીને ગામના વિકાસ માટે લોકભાગીદારીથી કામ કરવાની શરૂઆત કરી. ધીમેધીમે પ્રાથમિક સુવિધાઓથી માંડીને શરૂ થયેલો ગામનો વિકાસ આજે પણ અવિરત ચાલુ છે. વર્ષ 2011માં ગામને રાજ્યની બેસ્ટ ગ્રામ પંચાયતનો એવોર્ડ મળ્યો.

આ ગામના તમામ મકાનો પાકા છે, ઉપરાંત ગામમાં ગટર, પાણી, મોર્ડન સ્ટ્રીટ લાઈટ જેવી તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. ગામમાં સુવિધાઓથી સજ્જ પંચાયત ઘર, આંગણવાડી, સીસીટીવી કેમેરા અને વાઈફાઈની પણ વ્યવસ્થા છે. આ સિવાય ગામમાં બેન્ક, પોસ્ટ ઓફિસ, પ્રાથમિક શાળા, હાઈસ્કૂલ આ બધા માટે આધુનિક સુવિધા સાથેના બિલ્ડીંગ પણ બન્યા છે.

ડીગ્રી એન્ડ ડીપ્લોમા એન્જીનિયરિંગ કોલેજ અને રેસ્ટોરન્ટની પણ સુવિધા છે. સાથે જ છ વિસ્તારોમાં છ પાણીની ટાંકીઓ અને ત્રણ આરઓ પ્લાન્ટ દ્વારા પાણી મફતમાં મળે છે. સવાર-સાંજ પંચાયત દ્વારા કચરો લઈ જવાની વ્યવસ્થા, ગ્રામ પંચાયતની પોતાની એમ્બુલન્સ, ગામમાં જ સ્વાસ્થ્ય કેન્દ્ર પણ છે.

બ્લોક પેવિંગ ધરાવતા ફૂટપાથથી માંડીને ફૂલોથી સુશોભિત ડિવાઈડર્સ સાથે ગામના અંદર રસ્તા બાર ફુટ પહોળા છે. દરેક રોડ પર બન્ને તરફ સ્ટ્રીટ લાઈટો, ક્લબ હાઉસ અને સ્વિમિંગ પુલની પણ સુવિધા છે. સાથે જ દરેક ઘરે શૌચાલય છે, તેમ છતાં થોડા થોડા અંતરે જાહેર શૌચાલય પણ બનાવવામાં આવ્યા છે. લોકભાગીદારીથી 1.25 કરોડના ખર્ચે ગામમાં અધ્યતન સ્વર્ણિમ તળાવનું નવનિર્માણ કરવામાં આવ્યું છે. આ તળાવ પાસે સરદાર પટેલની મોટી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.

આ ગામની મુલાકાત લેવા અન્ય ગામના સરપંચ અને અધિકારીઓ પણ આવે છે. એટલું જ નહીં આઈએએસની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ પણ તેની મુલાકાત લઈ ચૂક્યા છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks