દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક

પોસ્ટમેન અને અપાહીજ છોકરી ની કહાની તમારા દિલ ને અડકી જશે

એક પોસ્ટમેન એ એક ઘર ના દરવાજા પર દસ્તક આપતા બોલ્યો ,” ચિઠ્ઠી લઈ લો.” અંદર થી એક છોકરી ની અવાજ આવ્યો , “આવી રહી છું.” પણ ત્રણ ચાર મિનિટ સુધી કોઈ ન આવ્યું તો પોસ્ટ મેન એ ફરી કહ્યું , “અરે ભાઈ ઘર માં કોઈ છે કે નહીં , તમારી ચિઠ્ઠી લઈ લો.”

“પોસ્ટમેન સાહેબ દરવાજા ની નીચે થી ચિઠ્ઠી નાખી દો , હું આવી રહી છું.” પોસ્ટમેન એ કહ્યું , “ના ,હું ઉભો છું , રજીસ્ટર્ડ ચિઠ્ઠી છે ,તમારી સાઈન જોશે.” લગભગ 6 -7 મિનિટ પછી દરવાજો ખુલ્યો. પોસ્ટમેન આટલી રાહ જોયા બાદ કંટાળી ને ગુસ્સે જ થવા જઈ રહ્યો હતો. ત્યાં જ એને જોઈ એ આશ્ચર્યચકીત રહી ગયો.

સામે એક અપાહીજ કન્યા હતી ,જેના પગ નહતા. એ એની સામે ઉભી હતી. પોસ્ટમેન ચુપચાપ પત્ર આપી અને સાઈન લઈ ને ચાલ્યો ગયો.

અઠવાડિયા , બે અઠવાડિયા માં જ્યારે એ છોકરી માટે ચિઠ્ઠી આવે એ પોસ્ટમેન અવાજ આપે અને જ્યાં સુધી પેલી છોકરી ન આવે ત્યાં સુધી ઉભા રહે. એક દિવસ તેણી એ પોસ્ટ મેન ને ખુલ્લા પગે જોઇ લીધો. દિવાળી નજીક આવી રહી હતી એને વિચાર્યું પોસ્ટમેન ને શું ઇનામ આપું. જ્યારે પોસ્ટમેન ચિઠ્ઠી આપી અને ગયો ત્યારે એ છોકરી એ જ્યાં પોસ્ટમેન ના પગ ના નિશાન જે માટી માં બન્યા હતા તેના પર કાગળ રાખી અને ચિત્ર ઉતારી લીધું. બીજે દિવસે તેણી ને ત્યાં કામ કરનાર પાસે થી એ સાઈઝ ના જુતા મંગાવી લીધા. દિવાળી આવી પોસ્ટ મેન એ ગલી ના દરેક ઘર પાસે થી ઇનામ માંગ્યું પણ વિચાર્યું એ દીકરી પાસે ક્યાં ઇનામ માંગવું?પણ ગલી માં આવ્યો તો એને મળતો જાઉં.

એને દરવાજો ખટખટાવ્યો . અંદર થી અવાજ આવ્યો , “કોણ ?” પોસ્ટમેન એ જવાબ આપ્યો. ત્યાં જ તે છોકરી હાથ માં ગિફ્ટ લઈ અને આવી. “અંકલ મારી તરફ થી તમને આ દિવાળી ની ભેટ. પોસ્ટમેન એ કહ્યું , “મારી માટે તું દીકરી જેવી છો તારી પાસે કેવી રીતે ગિફ્ટ લઈ શકું?”. છોકરી એ આગ્રહ કર્યો અને પોસ્ટમેન એ “સારું ભલે ” કહેતા ગિફ્ટ સ્વીકાર્યું.

છોકરી એ કહ્યું , ” અંકલ આ પેકેટ ને ઘરમાં જઈ અને ખોલજો.” ઘરે જઈ અને જ્યારે પોસ્ટમેન એ ગિફ્ટ ખોલ્યું તો આશ્ચર્યચકિત રહી ગયો. કારણકે એમાં એક જોડી જુતા હતા.

એની આંખો ભીની થઇ ગઇ. બીજા દિવસે એ ઓફીસ એ પંહોચ્યો અને એની બદલી કરી આપે એ વાત કરી. પોસ્ટમાસ્ટર એ જ્યારે બદલી પાછળ નું કારણ પૂછ્યું તો એણે એ જુતા ટેબલ પર રાખી બધી વાત કહી. અને ભીની આંખે કહ્યું , ” આજ પછી હું એ ગલી માં ક્યારેય નહીં જઈ શકું.

એ અપાહીજ છોકરી એ મારા ખુલ્લા પગ ને જુતા આપ્યા પણ હું એને પગ કેવી રીતે આપી શકીશ ?” સંવેદનશીલતા નું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે.

સંવેદનશીલતા એટલે બીજા ના દુઃખ અને દર્દ ને સમજવું , અનુભવ કરવું અને એના દુઃખ દર્દ માં ભાગીદાર બનવું. આ એક એવો માનવીય ગુણ છે જેના વિના માણસ અધુરો છે. ઈશ્વર ને પ્રાર્થના છે કે આ સંવેદનશીલતા રૂપી આભૂષણ બધા ને પ્રદાન કરે જેથી બીજા ના દુઃખ દર્દ ને ઓછું કરવા માં યોગદાન આપી શકીએ. સંકટ ના સમય માં કોઈ પોતાને ને એકલું ન સમજે. એને હંમેશા મહેસુસ થાય કે માનવતા એની સાથે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.