લોડાઉનને લીધે સિનેમા જગત તથા ટીવી જગતની શૂટિંગ રદ્દ કરી દેવામાં આવેલી છે જેને લીધે ટીવી ચેનલ્સ પહેલાના હિટ થયેલા શો ને ફરીથી પ્રસારિત કરી રહ્યા છે. અમુક સમય પહેલા જ રામાનંદ સાગરનો ચર્ચિત અને હિટ શો રામાયણ પૂર્ણ થયો છે જેના પછી સ્ટાર પ્લસ ચેનલ પણ પોતાના ખાસ શો ‘મહાભારત’ ફરીથી પ્રસારિત કરી રહ્યા છે.

શો માંના દરેક કિરદારો તે સમયે ખુબ ચર્ચિત થઇ ગયા હતા અને એવામાં એકવાર ફરીથી શો ટેલિકાસ્ટ થવાને લીધે શો ના કિરદારો ચર્ચામાં આવી ગયા છે.

શો માં દ્રૌપદીની ભૂમિકા ભજવનારી અભિનેત્રી પૂજા શર્માએ એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે શો માં વસ્ત્ર હરણ સીનમાં તેણે દુશાસનનો કિરદાર નીભવનાર અભિનેતાની પીટાઈ કરી દીધી હતી.

પોતાના શૂટિંગના આ સીનનો અનુભવ શેર કરતા પૂજા શર્માએ જણાવ્યું કે ચીર હરણનો સીન ખુબ જ ખાસ હતો અને પૂજાએ કહ્યું કે તે સમયે દુશાસનની પીટાઈ મારા હાથે જ થઇ ગઈ અને બધા એવું જ કહી રહયા હતા કે દુશાસનની દ્રૌપદીના હાથે પીટાઈ થઇ ગઈ.

પૂજાએ કહ્યું કે,”તે સીનમાં મને કહેવામાં આવ્યું હતું કે ભલે દુશાસન તને મારી-પીટીને ઘસેડીને લઇ જઈ રહ્યો હોય પણ તારે બહાદુર બનીને રહેવાનું છે અને તેની સામે લડવાનું છે અને આજ બાબતમાં તેની પીટાઈ થઇ ગઈ.

પણ દુશાસનનો રોલ કરનારા અભિનેતા નિર્ભય વાધવા જે ખુબ મદદરૂપ રહ્યા હતા અને આ સીનને બેસ્ટ બનાવવા માટે તેણે ખુબ મદદ કરી હતી.

પૂજાએ ઇન્ટરવ્યૂમાં એ પણ જણાવ્યું હતું કે તેને આખરે દ્રૌપદીનો રોલ કેવી રીતે મળ્યો હતો. તેણે કહ્યું કે,”મારે ઓડિશન આપવા માટે જવાનું હતું પણ હું તેને લગાતાર ટાળી રહી હતી ત્યારે જ મને કહેવામાં આવ્યું કે ઓડિશનનો છેલ્લો દિવસ છે અને હું ઓડિશન આપવા માટે ચાલી ગઈ. મને દ્રૌપદીનો રોલ મળતા ખુબ સારું લાગ્યું હતું અને આ કિરદાર માટે મારે પુરી રીતે તૈયાર થવાનું હતું. ઓડિશન પછી મને ફોન આવ્યો કે સિલેક્ટ થઇ ગઈ છું.”
Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.