ખબર

BREAKING : માસૂમ બાળકને બાપે જ તરછોડ્યું, માતાને લઇ ચોંકાવનારો ખુલાસો

શિવાંશની માતા વડોદરાની હોવાની આશંકા

પેથાપુર સ્વામીનારાયણ ગૌશાળા નજીકથી શુક્રવારે રાત્રે મળી આવેલ બાળકના પિતાની ભાળ આખરે મળી ગઈ છે. ગઈ કાલે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરી આ માહિતી આપી હતી. આ માહિતી અનુસાર ત્યજી દીધેલા બાળકનું નામ શિવાંશ છે અને તેમના પિતાનું નામ સચીન દીક્ષિત હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ મળતી માહિતી પ્રમાણે ગાંધીનગર પોલીસે શિવાંશના માતા-પિતાની શોધખોળ માટે આકાશ પાતાળ એક કર્યા હતા અને સચિનને રાજસ્થાનના કોટાથી ગાંધીનગર લાવી છે.

તમને જણાવી દઈએ કે, બે દિવસથી ગાંધીનગર પોલીસની ટીમ બાળકના પિતાની શોધખોળમાં લાગી હતી. જે દરમિયાન પોલીસે 100થી વધુ CCTV ચેક કર્યા બાદ ગૌ શાળા બહાર એક સફેદ કલરની કાર CCTV કેમેરામાં કેદ થઈ હતી. જે બાદ પોલીસે તે કારના રજિસ્ટ્રેશન નંબર પરથી શિવાંશના પિતા સુધી પહોંચી હતી. શિવાંશના પિતા સચિનના ઘરે સેક્ટર-26 દોડી ગઈ હતી. પરંતુ સચિન અને તેની પત્ની અનુરાધા ઘરે મળ્યા ન હતા.

ત્યાર બાદ પોલીસની ટીમોએ 45 જેટલા ગામડી ખુદી નાખ્યા હતા અને આખરે સચિનની રાજસ્થાનના કોટા ખાતેથી ધરપકડ કરી ગાંધી નગર લાવવામાં આવ્યો છે અને તેમની અને તેની પત્ની અનુરાધાન પૂછપરછ કરવામાં આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે પોલીસ બન્નેને સેકટર-26ના મકાનમાં લઈ ગઈ હતી અને પૂછતાંછ શરૂ કરી છે.

જો કે મીડિયા અહેવાલ પ્રમાણે આ બાળક સચિનની પત્નીનું ન હોવાનું પણ સામે આવી રહ્યું છે જો કે આ મામલે સચિનની પત્ની અનુરાધા પતિના પ્રેમ સંબંધની જાણ ન હોવાની વાત કરી છે. મળતી માહિતી પ્રમાણે બાળક શિવાંશને મુકીને સચિન દિક્ષીત શનિવારે સવારે જ કોટા જતા રહ્યા હતા.

ગાંધીનગર (gandhinagar) ના પેથાપુરમાંથી મળી આવેલા બાળક Shivansh ના મમ્મી પપ્પા સુધી પોલીસ આખરે પહોંચી ગઈ છે. તેના મમ્મીનું નામ મહેંદી દેઠાણી અને પપ્પાનું નામ સચિન દિક્ષિત હોવાનું ખૂલ્યુ છે. તેના મમ્મી પપ્પા બે વર્ષના રંગરેલિયા બાદ શિવાંશનો જન્મ થયો હતો. પણ સવાલ એ છે કે આખરે આ બાળકનો શુ વાંક હતો. પ્રણય ત્રિકોણમાં આખરે આ માસુમનો શું વાંક હતો કે તેને આવી રીતે તરછોડી દેવામાં આવ્યો. ખુદ મહેંદીએ જ બાળકને સચિનને સોંપ્યો હતો. ત્યાર બાદથી મહેંદી ગાયબ છે. પિતા સચિન રાજસ્થાનથી પકડાઈ ચૂક્યો છે, પણ મહેંદી હજી સુધી સામે આવી નથી. આખરે, આ ચક્રવ્યૂમાં માસુમ બાળક ફસાયુ છે.

ઝી ન્યુઝ અહેવાલ અનુસાર શિવાંશની માસી પાસેથી માહિતી મળી છે કે, કે 10 ડિસેમ્બર 2020 માં બાળકનો જન્મ થયો હતો. આજે શિવાંશ 10 મહિનાનો થયો છે. એક બાજુ જ્યાં મમ્મી પપ્પા બાળકની 12 મહિના સુધીની જન્મતિથિ દર મહિને ઉજવે છે. ત્યાં શિવાંશ શિશુ ગૃહમાં છે. તેના પિતા પોલીસ કસ્ટડીમાં છે, અને માતા ગાયબ છે.

આ માસુમ બાળકની મમ્મી મહેંદી વડોદરામાં ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી હોવાનું પ્રાથમિક સૂત્રો પાસેથી માહિતી મળી છે. આ સમયે જ વડોદરમાં સચિન અને મહેંદી વચ્ચે સંબંધો બંધાયા હતા અને 2 વર્ષ સુધી બંનેએ રંગરેલિયાંમાં મનાવ્યા જેમાં બાળક શિવાંશનો જન્મ થયો હતો. સચિન મહેંદીને મળે તે પહેલા જ તે મરેડિ હતો, જેને પત્નીથી 4 વર્ષનો દીકરો છે. પણ તેણે મહેંદીથી આ બધી જ વાત છુપાવી દીધી હતી.

જેના બાદ મહેંદીએ સચિન પર લગ્ન કરવા દબાણ કર્યુ હતું. પછી બંને વચ્ચે થયેલી બોલાચાલીમાં તેણે શિવાંશને સચિનને સોંપ્યો હતો. પરંતુ હજી સુધી મહેંદી સમગ્ર પ્રકરણથી બહાર છે. હવે સવાલ એ છે કે, પોતાના દીકરાને સચિનને સોંપીને મહેંદી ક્યા ગાયબ થઈ ગઈ છે. જે માતા પાંચ મિનિટ પણ પોતાના દીકરાને અલગ કરતી ન હતી, તે આખરે કેમ 35 કલાકથી તેનાથી દૂર છે. શું સચિને જ મહેંદીનો કાંટો કાઢી નાંખ્યો છે તેવા પણ સવાલો ઉઠી રહ્યાં છે.

તમને જણાવી દઇએ કે, હીનાની લાશ વડોદરામાંથી મળી આવી છે. સચિન વિરૂદ્ધ હત્યાનો ગુનો પણ દાખલ કરાયો છે. જો કે, સચિનના હીના સાથે લગ્ન થયા ન હતા. હીનાની હત્યા કાર્ય કર્યા બાદ લાશને બેગમાં પેક કરીને બેગમાં મૂકી રાખવામાં આવી હતી અને લાશને ઘરમાં જ રખાયો હતો. સચીનની પત્નીને આ બાબતે કોઈ જ પ્રકારની જાણ ન હોતી. સાથે રહેવાની બાબતે બંને વચ્ચે ઝઘડો થતા સચિને તેની કરપીણ હત્યા કરી નાખી હતી.’